December 23, 2024

અલ્કાઝર કારનું બુકિંગ શરૂ, દિવાળી પહેલાં ડિલિવરી; જોરદાર છે ફીચર્સ

New Hyundai ALCAZAR:  ફેમિલી સેગમેન્ટમાં હ્યુડાઈ કંપનીએ ઘણી સારી કાર આપી છે. ખાસ કરીને નાના શહેરમાં ચલાવવા માટે હ્યુડાઈની કાર દરેક પરિવારની પહેલી પસંદ બની છે. નાની કાર અને નાનું ફેમિલી હોય એટલે કારનું સપનું પણ સાકાર અને કાર તરીકે એક સ્ટેટસ પણ મળી રહે. કંપની હવે હેવી સેગમેન્ટમાં પોતાની કારનું નિર્માણ કરી રહી છે. ક્રેટા SUV તરીકે સફળ રહ્યા બાદ કંપનીએ નવી કાર ALCAZAR માર્કેટમાં મૂકવા માટે તૈયારીઓ કરી લીધી છે. જેનું બુકિંગ ચાલું થઈ ગયું છે.

ALCAZAR દેશના રસ્તા પર દોડશે
બોલ્ડ અને બ્યૂટીફૂલ ન્યૂ અલ્કાઝર માટે બુકિંગ તારીખ 22મી ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. દેશભરમાં હ્યુન્ડાઈના શોરૂમમાં રૂ. 25,000ની ટોકન રકમ સાથે નવા અલ્કાઝારને બુક કરી શકો છો. નવા અલ્કાઝરના લોન્ચિંગ પહેલા, અદભૂત ડિઝાઇન, બેજોડ આરામ અને સગવડતા, પ્રગતિશીલ ટેક્નોલોજી, દમદાર પ્રદર્શન અને જબરદસ્ત સલામતી સુવિધાઓ વિશે જણાવીએ છીએ.

એકદમ અદ્ભુત બનાવે
ગ્રિલ ડિઝાઈન અને ફ્રન્ટ બમ્પરની સાથે, નવી હૂડ અને સ્કિડ પ્લેટ, નવી H-આકારની LED DRL અને ક્વાડ બીમ LED હેડલેમ્પ્સ હશે. નવા 18-ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, બ્લેક પેઇન્ટેડ વ્હીલ કમાનવાળા ક્લેડીંગ અને બ્રિજ ટાઇપ સાઇડ રેલ્સ પણ નવા અલ્કાઝરની સુંદરતામાં વધારો કરશે. Hyundai ની પાવરફુલ SUV Alcazar ના અપડેટેડ મોડલમાં નવા સિગ્નેચર કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ તેમજ નવા ટેલગેટ, નવા રિયર બમ્પર અને સ્કિડ પ્લેટ ડિઝાઇન હશે. જે તેના પાછળના દેખાવને એકદમ અદ્ભુત બનાવે છે.

આ પણ વાંચો: લક્ઝરી કારની માંગ વધવાનું કારણ મળ્યું, દબદબો હવે મહાનગર પૂરતો સીમિત નથી

બે એન્જિન ઓપ્શન મળી રહે છે
નવી Hyundai Alcazar SUVમાં બે એન્જિન વિકલ્પો હશે. જેમાં 1.5 લિટર ટર્બો GDI પેટ્રોલ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન ઑપ્શનમાં હશે. તે જ સમયે 1.5 લિટર U2 CRDi ડીઝલ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો મળી રહે છે. ખાસ વાત એ છે કે, આ કાર દેખાવમાં એકદમ સામાન્ય છે પણ એના અંદરના ફીચર્સ બીજી બધી કારથી આ કારને અનેક રીતે અલગ પાડે છે. સ્પીડ અને એવરેજના મામલે પણ કારના રીવ્યૂ ઘણા સારા છે. આ ઉપરાંત કારમાં અંદરની બાજુ સારી એવી જગ્યાઓ પણ આપવામાં આવી છે.