January 19, 2025

બોની કપૂરે કર્યું કન્ફર્મ, ‘નો- એન્ટ્રી 2’માં હશે 10 હિરોઈન

અમદાવાદ: વર્ષ 2005માં રીલિઝ થઈ સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનની ફિલ્મ નો એન્ટ્રીનો બીજો ભાગ એટલે કે સિક્વલ બનવા જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મને લઈને વાતો ચાલી રહી છે. તેની વચ્ચે બોની કપૂરે પણ ફિલ્મને લઈને કન્ફર્મ કરી નાખ્યું છે. આ વખત ફિલ્મમાં સલમાન, અનિલ અને ફરદીનની જગ્યાએ વરૂણ ધવન, અર્જૂન કપૂર અને દિલજીત દોષંજને લેવામાં આવ્યા છે. બોની કપૂરે એક ઈન્ટરવ્યૂમાં આ ફિલ્મ વિશે બીજી કેટલીક વાતો પણ જણાવી છે.

આ પણ વાંચો: 14 વર્ષ કેરલ પહોંચ્યો થાલાપતિ વિજય તો… ગાડી પર ચઢી ગયા ફેન્સ

પહેલાથી જ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ફિલ્મમાં એક બે નહીં, પરંતુ 10 હિરોઈન હશે. આ અંગે પણ બોની કપૂરે કન્ફર્મેશન આપી દીધું છે. બોની કપૂરે કહ્યુ કે, ફિલ્મ ‘નો એન્ટ્રી 2’ પર આ વર્ષના અંતમાં કામ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં ત્રણ હીરોની સાથે 10 હિરોઈન હશે. હજુ સુધી કોઈ હિરોઈનને કાસ્ટ કરવામાં નથી આવી. સૌ પ્રથમ ‘મેદાન’ રીલિઝ થશે. એ બાદ અભિનેત્રીઓને કાસ્ટ કરવામાં આવશે.

ક્યારે રિલીઝ થશે મેદાન?
બોની કપૂરે જે ‘મેદાન’ ફિલ્મની વાત કરી એ 10 એપ્રિલના સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેમાં અજય દેવગન લીડ રોલમાં છે. બોની કપૂરેના કહેવા અનુસાર આ ફિલ્મના રિલીઝ બાદ ‘નો એન્ટ્રી-2’ની એક્ટ્રેસની કાસ્ટિંગ પર કામ થશે.

એક તરફ બોની કપૂરે આ વાતને કન્ફર્મ કર્યૂ કે ફિલ્મમાં 10 હિરોઈન હશે તો બીજા રિપોર્ટમાં એવી પણ માહિતી મળી છે કે આ ફિલ્મમાં વરૂણ, અર્જૂન અને દિલજીત આ ત્રણે હીરો ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને 2025માં શૂટ કરવામાં આવશે અને તે જ વર્ષે તેને રિલીઝ પણ કરવામાં આવશે. કારણ કે એ જ વર્ષે ફિલ્મ ‘નો એન્ટ્રી’ ના પહેલા ભાગને 20 વર્ષ થઈ જશે.