December 17, 2024

દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી

Bomb Threat In Flight: દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હોવાની માહિતી મળી રહી છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની સિક્યોરિટી એલર્ટ મળતાની સાથે આઈજીઆઈ એરપોર્ટ પર પાછી લેન્ડ કરાઈ હતી.

ફ્લાઈટમાં હતા આટલા લોકો
આજે દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારબાદ તરત ફ્લાઇટને તરત જ IGI એરપોર્ટ પર પાછી વાળવામાં આવી હતી. જ્યાં તેને સુરક્ષિત લેન્ડ કરવામાં આવ્યું હતું. મુસાફરો અને ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી બપોરે અંદાજે બપોરે 1.15 વાગ્યે મળી હતી. ફ્લાઈટમાં કુલ 184 લોકો સવાર હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં સોનાના બિસ્કિટની ખરીદીના બહાને છેતરપિંડી કરતી ગેંગના 3 આરોપીઓ ઝડપાયા

IGI એરપોર્ટ પર લેન્ડિંગ થયું
દિલ્હી પોલીસે આ વિશે કહ્યું કે દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલા અકાસા એર પ્લેનમાં બોમ્બની ધમકી મળી હતી. તેનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ ઘટના અંગે અકાસા એરના પ્રવક્તાએ પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ,અકાસા એરની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તેણે પાયલોટને સલાહ આપી છે કે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનો સંપર્ક કરે