November 22, 2024

દિવાળી પહેલાં રામ મંદિર, મહાકાલેશ્વર મંદિર અને તિરુપતિ મંદિરને ઉડાવી દેવાની ધમકી

Bomb Threat: દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે તેમ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ થઈ રહી છે. દિવાળી પહેલા દેશના પ્રખ્યાત મંદિરોને ધમકીઓ મળી રહી છે. પોલીસથી લઈને તમામ અધિકારીઓ આ ધમકી આપનારાઓને શોધવામાં કામે લાગી ગયા છે.

સુરક્ષા વ્યવસ્થા કડક
દિવાળી પહેલા આતંકી હુમલાની ધમકીને લઈને દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ થઈ ગઈ છે. આતંકવાદીઓના નિશાને અયોધ્યાનું રામ મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને તિરુપતિનું ઈસ્કોન ટ્રાર્ગેટ ઉપર છે. પોલીસને ઈમેલ અને પત્રો દ્વારા મંદિરો પર આતંકવાદી હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ પછીથી સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. નાનામાં નાની શંકાસ્પદ વસ્તુ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સીસીટીવીની મદદથી તમામ મંદિર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કોણ છે અભિનવ અરોરા? જેને સંત રામભદ્રાચાર્યે મંચ પરથી નીચે ઉતાર્યો’તો?

કોણ મોકલી રહ્યું છે ધમકીભર્યા ઈમેલ?
તિરુપતિના તિરુમાલા દેવસ્થાનમમાં પણ સતત ધમકીઓ મળી રહી છે. ઈસ્કોન મંદિરને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી રહી છે. મંદિર પ્રશાસને પોલીસ ફરિયાદ નોંધાવી છે. તિરુપતિ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. મંદિર પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોકે અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલ જે જે મંદિરમાં ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે તે તમામ મંદિરમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું . પોલીસ નાની એવી પણ ભૂલ કરવા માંગતી નથી. કારણ કે નાની ભૂલ પણ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી શકે છે.