January 19, 2025

રાજામૌલી અને મહેશબાબુની ફિલ્મમાં આ બોલિવૂડ એક્ટર બનશે વિલન!

Upcoming Movie: એસ.એસ. રાજામૌલી તેની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. 1000 કરોડના જંગી બજેટ સાથે બનનારી ફિલ્મમાં મહેશ બાબુ જોવા મળશે. તાજેતરમાં જ માહિતી મળી છેકે રાજામૌલી આ પ્રોજેક્ટ માટે એક રૂપિયો પણ ચાર્જ નથી કરી રહ્યા. ફિલ્મને લઈને અનેક પ્રકારના અપડેટ્સ સતત સામે આવી રહ્યા છે. જેમ કે SSMB29નું શીર્ષક હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ ફિલ્મ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

કાસ્ટની વાત કરીએ તો મહેશ બાબુ સિવાય ઇન્ડોનેશિયન અભિનેત્રી અને દીપિકા પાદુકોણનું નામ પણ ચર્ચાઓમાં ચાલી રહ્યું છે. જેના પર વધુ કોઈ અપડેટ મળ્યું ન હતું. હવે ફિલ્મના વિલનને લઈને ચર્ચામાં આવ્યા છીએ. એસએસ રાજામૌલી તેમના આગામી પ્રોજેક્ટ માટે ઘણું પ્લાનિંગ કરી રહ્યા છે. આ જંગી સાહસને મોટા પાયે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં મહેશ બાબુ 8 અલગ-અલગ લુકમાં જોવા મળી શકે છે. આ ફિલ્મનું શુટિંગ ખુબ જ લાંબા સમય સુધી ચાલશે

1000 કરોડની ફિલ્મમાં કોણ બનશે વિલન?
મહેશ બાબુ હાલમાં પોતાના લુક પર કામ કરી રહ્યા છે. થોડા સમય પહેલા ખબર પડી હતી કે રાજામૌલીએ આ ફિલ્મ માટે તેમની સામે કેટલીક શરતો રાખી છે. જે અભિનેતાએ સ્વીકારી છે. તે આ મોટા બજેટની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. SSMB29નું શૂટિંગ આ વર્ષે જૂનમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ એક્શન ફિલ્મને પૂર્ણ કરવામાં 2 વર્ષ જેવો લાગી શકે છે. હાલ રાજામૌલી ફિલ્મના વિલનની શોધમાં છે. આ રોલ માટે એસએસ રાજામૌલીના મગજમાં ઘણા નામ છે. પરંતુ એક રિપોર્ટ અનુસાર, રાજામૌલીને લાગે છે કે આ રોલ માટે રિતિક રોશન સૌથી પરફેક્ટ હશે. જો બધું બરાબર રહેશે તો ટૂંક સમયમાં જ ચાહકો મહેશ બાબુ અને રિતિક રોશનને સ્ક્રીન શેર કરતા જોઈ શકશે.