હિટ એન્ડ રન કેસના આરોપી મીહિરના FSL રિપોર્ટમાં ખુલાસો, અકસ્માતના દિવસે દારૂ…
મુંબઈઃ વર્લી BMW હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહનો ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે. મિહિરના બ્લડ અને યુરિન ટેસ્ટમાં આલ્કોહોલના કોઈ નિશાન મળ્યા નથી. મિહિર શાહ પર વર્લીમાં 45 વર્ષની મહિલાને કચડી નાખવાનો આરોપ છે. અકસ્માતના 3 દિવસ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ફોરેન્સિક રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે મુખ્ય આરોપી મિહિર શાહે ઘટના સમયે દારૂ પીધો ન હતો. ધરપકડ બાદ આરોપી મિહિર શાહના લોહી અને યુરિનના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. વર્લી પોલીસને શુક્રવારે ફોરેન્સિક રિપોર્ટ મળ્યો હતો.
વરલી પોલીસે ઘટનાના લગભગ 58 કલાક બાદ આરોપી મિહિર શાહની વિરાર ફાટાથી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી મિહિર શાહની ઘટનાના લગભગ 58 કલાક બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન ઘણો સમય વીતી જવાને કારણે દારૂ પકડાય તે પહેલા જ તેના શરીરમાંથી નીકળી ગયો હતો. જો કે, તેની ધરપકડ બાદ મિહિરે તપાસ અધિકારીઓની સૂચના મુજબ તબીબી તપાસ કરાવી હતી.
મિહિર શાહના લોહી અને પેશાબના નમૂના ફોરેન્સિક લેબ (FSL)માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ફોરેન્સિક રિપોર્ટથી પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટમાં આરોપી મિહિરના શરીરમાં આલ્કોહોલ ન હોવાના કારણે હવે પોલીસે હાલના પુરાવાના આધારે આ કેસ કોર્ટમાં રજૂ કરવો પડશે.
આ પણ વાંચો: 1000 બાંગ્લાદેશીઓએ બંગાળમાં કરી ઘુષણખોરીની કોશિશ, બોર્ડર પર અફરા-તફરીનો માહોલ
ફોરેન્સિક તપાસ મુજબ આરોપી મિહિર શાહનો દારૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોત તો પોલીસ માટે આ કેસ સરળ બની ગયો હોત. પરંતુ રિપોર્ટ નેગેટિવ આવતાં હવે પોલીસ માટે આ મોટો પડકાર છે. 7 જુલાઈની સવારે મુંબઈના વર્લી વિસ્તારમાં એટ્રિયા મોલ પાસે એક ઝડપે આવતી BMW કારે બાઇકને ટક્કર મારી હતી. જેમાં કાવેરી નાખ્વા (45) નામની મહિલાનું મૃત્યુ થયું હતું અને તેનો પતિ પ્રદીપ ઘાયલ થયો હતો.