ભરુચમાં મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં શિક્ષક દંપતીના મૃતદેહ મળ્યાં, પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ: ભરૂચના વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપત્તિનો મૃતદેહો મળી આવ્ચા છે. મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેને લઈ પોલીસે દરવાજો તોડી તપાસ કરતા દંપત્તિનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા.

જીતેન્દ્ર સિંહ બોરાદરા અને લતાબેન બોરાદરાનો મૃતદેહ મળ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. દંપત્તીની હત્યા કે આત્મહત્યા એ બાબતે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. વાલિયા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.