અંકલેશ્વરની કંપનીમાં બ્લાસ્ટથી 4નાં મોત, રસાયણિક પ્રક્રિયા દરમિયાન થયો હતો બ્લાસ્ટ
Blast in Detox India Company: અંકલેશ્વરની કંપનીમાં બ્લાસ્ટથી 4નાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. GIDCની ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં નજીકમાં કામ કરી રહેલ 4 કામદારોના મોત થયા છે. રસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હોવાની વિગતો મળી રહી છે.
આ પણ વાંચો: એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ
પોલીસે ઘટના સ્થળે પહોંચી
અંકલેશ્વરની કંપનીમાં બ્લાસ્ટથી 4નાં મોત થયા છે. એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. નજીકમાં જ આ 4 કામદારો કામ કરી રહ્યા હતા. અહિંયા મહત્વનો સવાલ એ છે કે અનેકવાર આવા બનાવો બની રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સુરક્ષાનું કેમ ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી. શ્રમિકોના જીવ બચાવી શકાય તે મામલે વહીવટીતંત્ર કેમ કાર્યવાહી નથી કરી રહ્યું?