December 27, 2024

મહારાષ્ટ્રમાં CM યોગીના કારણે BJPને મળી જીત! પરિણામો પર શરદ પવારની પ્રતિક્રિયા

Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવારે રવિવારે કહ્યું હતું કે લાડકી બહેન યોજના મતદાનમાં મોટી સંખ્યામાં મહિલાઓની ભાગીદારી અને ધાર્મિક રૂપમાં ધ્રુવીકરણએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીતમાં ભૂમિકા ભજવી હતી. શરદ પવારે કહ્યું કે ચોક્કસપણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા જે પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે તેનાથી ધ્રુવીકરણ થયું છે.

તેમણે કહ્યું કે શનિવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામો અપેક્ષા મુજબના ન હતા. પરંતુ તેઓ પાર્ટીને ફરીથી મજબૂત કરશે. સક્રિય રાજકારણથી અલગ થવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર શરદ પવારે કહ્યું કે તેઓ અને તેમના પક્ષના સાથીદારો આ અંગે નિર્ણય લેશે.

સતારા જિલ્લાના કરાડ શહેરમાં શરદ પવારે સ્વીકાર્યું કે તેમના ભત્રીજા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની NCPએ તેમની પાર્ટી (NCP-SP) કરતાં વધુ બેઠકો જીતી છે. તેમણે કહ્યું, પરંતુ NCPની સ્થાપના કોણે કરી તે બધા જાણે છે. લાડકી બહેન યોજના અને ધર્મના આધારે ધ્રુવીકરણે આમાં ભૂમિકા ભજવી હતી. એમ તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં મહાયુતિની જીતનું કારણ મોટી સંખ્યામાં મહિલાઓની ભાગીદારી હોઈ શકે છે. અમે હારના કારણોની ચર્ચા કરીશું અને જરૂરી પગલાં લઈશું.

આ પણ વાંચો: મસ્જિદમાં સર્વે સવારે જ કેમ…? સંભલમાં 1 ડિસેમ્બર સુધી બહારનો લોકોને No Entry