દિલ્હી માટે ભાજપનું ત્રીજું ઘોષણાપત્ર, 5 લાખ સુધી મફત સારવાર, યમુના રિવરફ્રન્ટનો વિકાસ
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025: ભારતીય જનતા પાર્ટીએ શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ‘સંકલ્પ પત્ર’ બહાર પાડ્યું છે. ભાજપે ત્રણ તબક્કામાં તેનો સંકલ્પ પત્ર તૈયાર કર્યો છે. જેમાં દિલ્હીની જનતાને અનેક વચનો આપવામાં આવ્યા છે. સંકલ્પ પત્રનો ત્રીજો ભાગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ અગાઉ પહેલું ઘોષણાપત્ર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી જે.પી.નડ્ડા જાહેર કર્યો હતો. તેમજ બીજો ભાજપનું બીજું ઘોષણાપત્ર સાંસદ અનુરાગ ઠાકુરે જાહેર કર્યો હતો.
‘અમે ચૂંટણીઓને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ’
તેમના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે આજે હું દિલ્હી 2025 વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સંકલ્પ પત્રનો અંતિમ ભાગ બહાર પાડવા માટે તમારા બધા સમક્ષ હાજર થયો છું. ભાજપની પરંપરા પ્રમાણે અમે ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને ચૂંટણીને જનસંપર્કનું માધ્યમ પણ ગણીએ છીએ. અને ચૂંટણી થકી બનેલી સરકારોની નીતિ ઘડતર નક્કી કરવા માટે અમે લોકો વચ્ચે જઈને ચૂંટણીમાં ભાજપ પાસેથી શું અપેક્ષા રાખે છે તેની માહિતી પણ એકત્રિત કરીએ છીએ.
HM Shri @AmitShah releases BJP Sankalp Patra for Delhi Assembly Elections in New Delhi.#BJPKeSankalp https://t.co/u58npRsQg9
— BJP (@BJP4India) January 25, 2025
સંકલ્પ પત્ર-3માં શું વચનો આપ્યા હતા
અમિત શાહે કહ્યું કે, જો અમારી સરકાર આવશે તો અમારી સરકાર દિલ્હીમાં સ્ટ્રીટ વેન્ડર્સને આર્થિક મદદ કરશે. આ સિવાય 1700 અનધિકૃત કોલોનીઓમાં રહેતા લોકોને માલિકી હક્ક આપવામાં આવશે અને તેમને બાંધકામ અને વેચાણનો અધિકાર પણ આપવામાં આવશે.
- યમુના રિવરફ્રન્ટનો વિકાસ કરશે.
- દિલ્હીમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપશે.
- આયુષ્માન યોજનાનો લાભ આપશે.
- યુવાનોને 50 હજાર સરકારી નોકરી આપશે.
- 13 હજાર બસોને ઈ-બસમાં ફેરવવામાં આવશે.
- દિલ્હીની સીલ કરેલી દુકાનો છ મહિનામાં ફરી ખોલવામાં આવશે.
- દુકાનોને ફ્રી હોલ્ડ કરવાની કામગીરી કરવામાં આવશે.
- ગીગ કામદારો માટે 5 લાખનો અકસ્માત વીમો આપવામાં આવશે. તેમના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
- કામદારોને ટૂલકીટ માટે રૂ. 10,000ની સહાય, રજિસ્ટર્ડ કામદારોને લોન અને અકસ્માત વીમો.
ભાજપ ખાલી વચનો આપતી નથી
ગૃહમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપ માટે સંકલ્પ પત્ર વિશ્વાસનો પ્રશ્ન છે અને કરવાના કાર્યોની યાદી છે. આ ખાલી વચનો નથી. 2014થી નરેન્દ્ર મોદીજીએ દેશમાં પ્રફોમન્સની રાજનીતિ સ્થાપિત કરી છે અને ભાજપે તમામ ચૂંટણીઓમાં આપેલા વચનોને પૂર્ણ કરવા માટે પ્રયાસો કર્યા છે. તેથી દિલ્હી પ્રદેશ ભાજપે મહિલાઓ, યુવાનો, જેજે ક્લસ્ટરના રહેવાસીઓ, અસંગઠિત મજૂરો, મધ્યમ આવક જૂથ, ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો સાથે મળીને પાયાના લોકો સુધી પહોંચીને અને સૂચનો મેળવીને કામ કર્યું છે. 1 લાખ 8 હજાર વિવિધ પ્રકારના લોકોએ પોતાના સૂચનો આપ્યા છે. વિવિધ જૂથોની 62 પ્રકારની બેઠકો યોજવામાં આવી હતી અને અમે 41 LED વાન દ્વારા સૂચનો માંગ્યા હતા.