December 23, 2024

BJP પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે રાજકોટના યુવા ઉદ્યોગપતિ વિનીત બેડીયાના નિવાસસ્થાને લીધી શુભેચ્છા મુલાકાત

Rajkot: કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને BJP અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટની એક દિવસે મુલાકાતે હતા. અત્યંત વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ સી.આર.પાટીલે રાજકોટના પ્રતિષ્ઠિત યુવા ઉદ્યોગપતિ વિનીત બેડીયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપરાંત રાજકોટના સ્થાનીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે રાજકોટ શહેરમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય જળ સંશાધન મંત્રી સીઆર પાટીલના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

કઈ કેટેગરીમાં કોને મળ્યો એવોર્ડઃ

બેસ્ટ કોમર્શિયલ પ્રોજેક્ટ (રાજકોટ) – Space Infra Venture LLP
બેસ્ટ કોમર્શિયલ પ્રોજેક્ટ (સૌરાષ્ટ્ર) – Om Dev Infra
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ (રાજકોટ) – Dev Realities
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ (સૌરાષ્ટ્ર) – Noble Builder Group
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ (રાજકોટ) – Prabhu Realities
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ (સૌરાષ્ટ્ર) – Enigma Developers
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ લક્ઝરી (રાજકોટ) – Avenue Spaces
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ લક્ઝરી (સૌરાષ્ટ્ર) – Noble Builder Group
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પ્રિમિયમ (રાજકોટ) – Shyamal Shashvat LLP
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ વિલા (રાજકોટ) – The One World Group
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ વિલા (સૌરાષ્ટ્ર) – Times Square Properties

આ પણ વાંચો: રાજકોટમાં ‘બિલ્ડર ઓફ નેશન’ એવોર્ડનું આયોજન, કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે એવોર્ડ વિતરણ