News 360
Breaking News

દિલ્હીમાં ભાજપના સાંસદોએ ઘરનું સરનામું બદલ્યું, તુઘલક માર્ગની જગ્યાએ વિવેકાનંદ માર્ગ લખ્યું

દિલ્હી: દિલ્હીમાં ભાજપના સાંસદોએ પોતાના ઘરના સરનામાં જાતે જ બદલી નાખ્યા છે. ઘરના સરનામામાં ‘તુઘલક માર્ગ’ની જગ્યાએ સ્વામી વિવેકાનંદ માર્ગ લખાવ્યું છે. યુપીના રાજ્યસભા સાંસદ ડૉ. દિનેશ શર્માએ તેમના ઘર 6, તુઘલક લેનનું નામ બદલીને 6, વિવેકાનંદ માર્ગ રાખ્યું છે. સાંસદ કૃષ્ણ પાલ ગુર્જરનું સરકારી નિવાસસ્થાન દિનેશ શર્માના ઘરની નજીક છે. તેમણે 8 તુઘલક લેનનું નામ બદલીને 8 સ્વામી વિવેકાનંદ માર્ગ કર્યું છે. આ ઉપરાંત ઘણા બીજા નેતાઓ અને અધિકારીઓ છે જેમણે પોતાના ઘરના સરનામાં જાતે બદલ્યા છે.

વાઇસ એડમિરલ કિરણ દેશમુખે તેમના સત્તાવાર નિવાસસ્થાનનું સરનામું બદલ્યું છે. તેમણે તેમના 4, તુઘલક લેનનું નામ બદલીને 4, વિવેકાનંદ માર્ગ રાખ્યું છે. જોકે, બધા લોકોના સરનામાં પર કૌંસમાં ‘તુઘલક લેન’ લખેલું છે.

દિલ્હીના ઘણા વિસ્તારોના નામ બદલવાની માગ
દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સરકાર બની છે. આ પછી શહેરના ઘણા વિસ્તારોના નામ બદલવાની માગ વધી છે. ભાજપના ધારાસભ્યોએ મુસ્તફાબાદ અને નજફગઢ જેવા વિસ્તારોના નામ બદલવાની માગ કરી છે. મોહનસિંહ બિષ્ટે મુસ્તફાબાદનું નામ બદલીને શિવપુરી અથવા શિવ વિહાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે નીલમ પહેલવાને નજફગઢનું નામ બદલીને નાહરગઢ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

નજફગઢને ‘નાહરગઢ’ કરવાની માગ
નીલમ પહેલવાને વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજા નાહરસિંહે 1857ના વિદ્રોહમાં લડાઈ લડી હતી અને નજફગઢ વિસ્તારને દિલ્હીના પ્રદેશમાં સમાવી લીધો હતો. તત્કાલીન સાંસદ પ્રવેશ વર્મા દ્વારા અનેક પ્રયાસોથી અમે નજફગઢનું નામ બદલીને ‘નાહરગઢ’ કરવાનો પ્રયાસ કર્યો. મને આશા છે કે તમે બધા આમાં અમને સહયોગ આપશો.