December 17, 2024

ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર, પોરબંદરથી મોઢવાડિયા મેદાને

bjp gujarat assembly by election candidate declared porbandar manavadar khambhat vaghodia

જમણે અર્જુન મોઢવાડિયા અને ડાબે ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને નીચે અરવિંદ લાડાણી - ફાઇલ તસવીર

અમદાવાદઃ ગુજરાતમાં ઘણી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપે પાંચ બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે.

ક્યાંથી કોને ટિકિટ મળી?

પોરબંદર – અર્જુન મોઢવાડિયા
માણાવદર – અરવિંદ લાડાણી
ખંભાત – ચિરાગ પટેલ
વાઘોડિયા – ઘર્મેન્દ્રસિંહ વાઘેલા
વિજાપુર – સી.જે ચાવડા

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીનું મતદાન 7મી મેના દિવસે યોજવામાં આવ્યું છે. તે જ દિવસે ગુજરાતમાં પણ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજવામાં આવશે.

કોંગ્રેસમાંથી તાજેતરમાં આવેલા નેતાઓને ટિકિટ
ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વિધાનસભાની પેટાચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી જ ટિકિટ આપવામાં આવી છે. મોઢવાડિયા છેલ્લા 35 વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસમાં હતા અને તાજેતરમાં જ તેઓ ભાજપમાં આવ્યા છે. જ્યારે અરવિંદ લાડાણીએ પણ કોંગ્રેસમાંથી થોડા દિવસ પહેલાં જ રાજીનામું આપ્યું હતું અને હવે તેમને માણાવદર બેઠક પરથી પેટાચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી છે.

ધર્મેન્દ્રસિંહ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા
વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહને ટિકિટ ન આપતા તેમણે ભાજપ સામે બળવો પોકાર્યો હતો અને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. ત્યારબાદ ફરીથી તેમની સાથે સમાધાન કરીને ભાજપમાં ભેળવવામાં આવ્યા હતા અને હવે ફરીથી પેટાચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી છે.