News 360
Breaking News

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે બદલ્યું સમીકરણ, BJD અશ્વિની વૈષ્ણવને સમર્થન આપશે

નવી દિલ્હી: ભાજપે ઓડિશાથી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw)ને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પરંતુ તેમની પાસે અહીંથી માત્ર 22 ધારાસભ્યો છે. જ્યારે જીતવા માટે 38 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજેડીએ એક નિવેદન જારી કરીને અશ્વિની વૈષ્ણવની રાજ્યસભાની ઉમેદવારીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ પહેલા બીજેડીના પૂર્વ ધારાસભ્ય દેબાશિષ અને યુવા વિંગના ઉપાધ્યક્ષ સુભાષીષ ખુંટિયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ત્રીજા ઉમેદવાર કોણ હશે તેની ચર્ચા શરૂ થઇ હતી, પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા ભાજપે અશ્વિની વૈષ્ણવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રેલ મંત્રી બીજી વખત રાજ્યસભામાં ઓડિશાથી જશે. નોંધનીય છે કે અગાઉ પણ બીજેડીએ તેમને સમર્થન આપ્યું હતું. રાજ્યની વિધાનસભામાં બીજેડીના કુલ 109 ધારાસભ્યો છે અને ભાજપ પાસે 22 જ છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 9 ધારાસભ્યો છે. ત્રણેય ઉમેદવારોને ચૂંટણી જીતવા માટે પહેલી પ્રાથમિકતા 38 મતોની જરૂર પડશે. જેના કારણે આ વખતે ત્રીજા ઉમેદવાર કોણ હશે તેની અટકળો ચાલી રહી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી ઉમેશનાથ મહારાજ, માયા નરોલિયા અને બંશીલાલ ગુર્જરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

બીજુ જનતા દળ (Biju Janata Dal)ના સમર્થનથી અશ્વિની વૈષ્ણવ રાજ્યસભામાં જવું મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે મંગળવારે જ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા અને તેમના પણ રાજ્યસભામાં જવાની ચર્ચા છે. આજે સાંજ સુધીમાં તેમના નામની જાહેરાત થઈ શકે છે કારણ કે આવતીકાલે નોમિનેશનનો છેલ્લો દિવસ છે. બીજેડીના બે રાજ્યસભા સાંસદોની ચૂંટણી બાદ અશ્વિની વૈષ્ણવને 33 વોટ મળશે. આ સિવાય ભાજપ પાસે પહેલાથી જ 22 ધારાસભ્યો છે. આ પ્રમાણે જો થાય તો અશ્વિની વૈષ્ણવ સરળતાથી જીતી જશે. બીજી બાજુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સતત આરોપ લગાવી રહ્યા છે કે ઓડિશામાં ભાજપ અને બીજેડી એક સાથે છે. બંને વચ્ચે કોઈ ફરક નથી. હાલમાં જ ઓડિશાના ઝારસુગુડામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘જ્યારે હું બીજેડીના લોકો પાસે ગયો ત્યારે તેઓએ કહ્યું કે અમને હાઈકમાન્ડ તરફથી મોદી સરકારની ટીકા ન કરવાનો આદેશ મળ્યો છે. બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. તેમની વચ્ચે કોઈ તફાવત નથી.

14 ઉમેદવારોની જાહેરાત કરી હતી
અગાઉ આ પહેલા રવિવારે ભાજપે 14 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં બિહારમાંથી ધર્મશીલા ગુપ્તા અને ભીમ સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહને છત્તીસગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહને યુપીથી ઉમેદવાર તરીકે રાખવામાં આવ્યા હતા. સુભાષ બરાલા અને નારાયણ કૃષ્ણસા ભાંડગેને અનુક્રમે હરિયાણા અને કર્ણાટકમાંથી નોમિનેટ કરવામાં આવ્યા છે. મહેન્દ્ર ભટ્ટ અને સમિક ભટ્ટાચાર્યને અનુક્રમે ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી નોમિનેટ કરવામાં આવ્યા છે. રાજ્યમાંથી પાર્ટીના અન્ય ઉમેદવારોમાં અમરપાલ મૌર્ય, સાધના સિંહ, ચૌધરી તેજવીર સિંહ, સંગીતા બળવંત અને નવી ના જૈનના નામની જાહેરાત કરવામાં આવી છે.