January 22, 2025

બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નિવેદન, આ વખતે ખૂબ મોટી લીડથી હું જીતી રહ્યો છું

Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વાવ વિધાનસભા બેઠક પર 3.10 લાખ મતદારો મતદાનનો ઉપયોગ કરશે. વાવની પેટાચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો જામ્યો છે. ત્યારે હવે બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ગત ચૂંટણીમાં થોડી કચાસ રહી ગઈ હતી.
તેમજ સમય ઓછો હોવાના લીધે લોકો સુધી પહોંચી શક્યા નહોતા.આ વખતે ખૂબ મોટી લીડથી હું જીતી રહ્યો છું.

મળતી માહિતી અનુસાર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી વચ્ચે બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગત વખતની હાર પર બોલતા સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું છે કે ગત ચૂંટણીમાં થોડી કચાસ રહી ગઈ હતી. ગત ચૂંટણીમાં હું નવો ચહેરો હતો. સમય ઓછો હોવાના લીધે ક્યાંક લોકો સુધી પહોંચી શક્યા નહોતા. નજીવા મતોથી હાર થઈ હતી ત્યારબાદથી સતત લોકોની વચ્ચે રહ્યો છું. સાથે જ તેમણે જણાવ્યું છે કે, ખૂબ મોટી લીડથી હું જીતી રહ્યો છું.

આ પણ વાંચો: કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે આપી પ્રતિક્રિયા, લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ

ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભામાં 3.10 લાખ જેટલા મતદાતાઓ છે જેમાં 77,694 જેટલા ઠાકોર મતદાતાઓ ,47,107 જેટલા પટેલ-ચૌધરી મતદાતાઓ,25,995 રબારી મતદાતાઓ,39,260 જેટલા અનુસૂચિત જાતિના મતદાતાઓ તેમજ19,640 જેટલા રાજપૂત મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે…30 ટકા મતદારો ઠાકોર સમાજના છે જ્યારે 17% ચૌધરી પટેલ સમાજના છે 12% દલિત સમાજના છે નવ ટકા બ્રાહ્મણ સમાજના છે અને 9 ટકા રબારી સમાજના છે.