December 18, 2024

BJPની બીજી યાદી જાહેર; ખટ્ટરને કરનાલથી ટિકિટ, નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે

BJP Candidates 2nd List 2024 Lok Sabha Elections: ભાજપે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં નીતિન ગડકરી, પિયુષ ગોયલ અને અનુરાગ ઠાકુર સહિત ઘણા દિગ્ગજ લોકોના નામ છે. હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કલાબેન ડેલકરને દાદર નગર હવેલીથી ટિકિટ મળી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને હિમાચલની હમીરપુર લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે ધારવાડથી પ્રહલાદ જોશી, નાગપુરથી નીતિન ગડકરી, કરનાલથી મનોહર લાલ ખટ્ટરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ભાજપની પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી (વારાણસી), અમિત શાહ (ગાંધીનગર) અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ (લખનૌ)ના નામ પણ સામેલ હતા. આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે જ્યારે ત્રણ મંત્રીઓની ટિકિટ રદ કરવામાં આવી છે. બીજી બાજુ પાર્ટીની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ અને 47 યુવાનોનો સમાવેશ થાય છે, જ્યારે 27 ઉમેદવારો અનુસૂચિત જાતિના, 18 અનુસૂચિત જનજાતિના અને 57 અન્ય પછાત વર્ગના છે.

ભાજપે કુલ 72 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી
ગુજરાત: 7
દિલ્હી: 2
હરિયાણા: 6
હિમાચલ પ્રદેશ: 2
કર્ણાટક: 20
MP: 5
યુકે: 2
મહા: 20
તેલંગાણા: 06
ત્રિપુરા: 1

મહારાષ્ટ્ર પર વધારે ફોકસ
હકિકતે, જ્યારે બીજેપીની બીજી યાદી બહાર પાડી ત્યારે મહારાષ્ટ્ર પર વધારે ફોકસ હતું. હાલમાં જ ઉદ્ધવ ઠાકરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને શિવસેનામાં જોડાવવની ઓપર ઓફર આપી હતી. તેમની ઓફર પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્ર સીટો પર ચર્ચા થશે ત્યારે તેમાં નીતિન ગડકરીનું નામ સામેલ કરવામાં આવશે. નોંધનીય છે કે નીતિન ગડકરીનું નામ પ્રથમ યાદીમાં નહોતું. હવે નીતિન ગડકરીને નાગપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

અગાઉ યાદીમાં ઉત્તર પ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાત અને રાજસ્થાનની 15-15 બેઠકો, કેરળ અને તેલંગાણાની 12-12 બેઠકો, ઝારખંડ, છત્તીસગઢ અને આસામની 11-11 બેઠકો અને પાંચ બેઠકોનો સમાવેશ થાય છે. દિલ્હી બેઠક સહિત અન્ય કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની સોમવારે (11 માર્ચ) બીજી યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી.