July 1, 2024

બર્ડ ફ્લૂ વાયરસનો ખતરો, પેંગ્વિનના મૃત્યુથી વૈજ્ઞાનિકો થયા એલર્ટ

એન્ટાર્કટિકા ક્ષેત્રમાં સ્થિત દક્ષિણ જ્યોર્જિયા ટાપુમાં એક કિંગ પેંગ્વિનનું મૃત્યુ થયું છે. અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે પેંગ્વિનનું મૃત્યુ બર્ડ ફ્લૂ વાયરસથી થયું છે. વાયરસથી મૃત્યુની પુષ્ટિ થાય છે, તો પ્રથમ વખત બનશે કે બર્ડ ફ્લૂના કારણે કિંગ પેંગ્વિનનું મૃત્યુ થયું છે. વૈજ્ઞાનિકોને અત્યારે ડર છે કે જો બર્ડ ફ્લૂ પેંગ્વિનમાં ફેલાય છે, તો ગંભીર પરિણામ આવી શકે છે.

પેંગ્વીનમાં બર્ડ ફ્લૂનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે
સંભવિત બર્ડ ફ્લૂ વાયરસથી મૃત્યુ પામેલ પેંગ્વિન રાજા પ્રજાતિનું હોવાનું કહેવાઈ રહ્યું છે. જે વિશ્વમાં પેંગ્વિનની બીજી સૌથી મોટી પ્રજાતિ છે. ભૂતકાળમાં, દક્ષિણ આફ્રિકા, ચિલી અને આર્જેન્ટિનામાં બર્ડ ફ્લૂને કારણે પેંગ્વિન સહિત અડધા મિલિયનથી વધુ દરિયાઈ પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. જો બર્ડ ફ્લૂ ફેલાય તો આ જોખમ ઘણું વધી શકે તેમ છે. અગાઉ એન્ટાર્કટિકામાં એક ધ્રુવીય રીંછનું પણ બર્ડ ફ્લૂ-1 H5N1 ચેપને કારણે મૃત્યુ થયું હતું.

આ પણ વાચો: EDએ લાલુ યાદવને 5 કલાકમાં એવા કર્યા સવાલ કે છૂટી ગયો પરસેવો

બર્ડ ફ્લૂ શું છે?
આ તમામ વાત વચ્ચે તમને સવાલ થતો હશે કે બર્ડ ફ્લૂ એટલે શું? તો તમને જણાવી દઈએ કે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલએ આપેલી માહિતી અનુસાર, બર્ડ ફ્લૂ સામાન્ય રીતે પાલતુ પક્ષીઓમાં જંગલી પક્ષીઓ દ્વારા ફેલાય છે. આ વાયરસ પક્ષીઓના આંતરડા અથવા શ્વસનતંત્ર પર હુમલો કરે છે અને તેમને બીમાર બનાવે છે. આ વાયરસના કારણે પક્ષીઓના કે પ્રાણીઓના મૃત્યુ થઈ શકે છે. આ વાયરસ સામાન્ય વાયરસની જેમ ફેલાય છે. આ વાયરસ ચેપગ્રસ્ત પક્ષીની લાળ, અનુનાસિક પ્રવાહી અથવા મળ દ્વારા ફેલાય છે. આવી સ્થિતિમાં જ્યારે અન્ય પક્ષી તેના સંપર્કમાં આવે છે ત્યારે તેને પણ ચેપ લાગી શકે છે. એન્ટાર્કટિક એ એકમાત્ર મુખ્ય ભૌગોલિક પ્રદેશ હતો જેમાં ઉચ્ચ રોગકારક એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. પેન્ગ્વિન જેવા પક્ષીઓ કે જેઓ પહેલા ક્યારેય વાયરસના સંપર્કમાં આવ્યા ન હતા. પેન્ગ્વિન રોગ માટે અત્યંત સંવેદનશીલ હોય છે.

આ પણ વાચો: નીતિશ કુમારે સાંસદોને બોલાવ્યા નિવાસસ્થાને, 12 વાગ્યાથી યોજાશે મોટી બેઠક