PM મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા શરૂ, બંને નેતાઓ 5 વર્ષ પછી મળ્યા

BRICS Summit 2024: PM નરેન્દ્ર મોદી આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે લગભગ 5 વર્ષ બાદ આ ઔપચારિક વાતચીત થઈ રહી છે. 2020માં ગાલવાન ઘાટીના સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચેના મતભેદો વધુ ઘેરા બન્યા હતા. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવી ગયો છે. હવે બંને દેશો સંબંધોમાં બરફ પીગળવા તરફ આગળ વધ્યા છે.

રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ સમિટનો આજે બીજો દિવસ છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે લગભગ 5 વર્ષ બાદ આ ઔપચારિક વાતચીત થઈ રહી છે. પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે છેલ્લી ઔપચારિક મુલાકાત ઓક્ટોબર 2019માં તમિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં થઈ હતી. આ પહેલા મંગળવારે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે પણ મુલાકાત કરી હતી.