બિલાનું શરબત આ રીતે બનાવો, ઠંડકની સાથે ટેસ્ટ પણ મળશે

Bila Nu Sharbat: ઉનાળાની સિઝન આવી ગઈ છે. ત્યારે આ સિઝનમાં બિલાનું શરબત ખૂબ જ ફાયદાકારક છે. બિલાના શરબતમાં તમને વિટામિન સી, વિટામિન એ, બીટા-કેરોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર, આયર્ન, એન્ટીઑકિસડન્ટ સહિતના પોષક તત્વો મળી રહે છે. જે ઉનાળાની સિઝનમાં ખૂબ જ લાભદાયક છે. ત્યારે આવો જાણીએ કે બિલાનં શરબત સરળ રીતે અને ફાસ્ટ કેવી રીતે બનાવી શકાય.

આ પણ વાંચો: યુવરાજ સિંહના પિતાએ Arjun Tendulkar વિશે આપ્યું આ મોટું નિવેદન

આ રીતે બનાવો બિલાનું શરબત
પહેલા તમારે બિલા એવા લેવાના રહેશે જે સંપુર્ણ પાકેલા છે. આ પછી તમારે તેના બે ટુકડા કરી લેવાના રહેશે. હવે તમારે બિલામાં રહેલું પલ્પ કાઢવાના રહેશે. પલ્પને મિક્સરમાં નાખો. પલ્પમાં થોડું પાણી ઉમેરો અને તેને સારી રીતે પીસી લો. હવે તમારે આ પલ્પને ગ્લાસમાં ગાળી લેવો. હવે તમારે તેમાં ખાંડ નાંખવાની રહેશે. તેને સારી રીતે મિક્સ કરી દો. જો તમને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. બિલાનું શરબત તમારા માટે ખૂબ ફાયદાકારક છે.