December 27, 2024

મોરબીમાં પોલીસ કારની ટક્કરે બાઈક ચાલકનું મોત

મોરબી: જિલ્લાના હળવદ હાઈવે પાસે પોલીસ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં બાઈક સવારનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે મૃતકના પુત્રએ પોલીસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે, હળવદ હાઈવે પર માર્કો વિલેજ સોસાયટી પાસે પોલીસ કાર દ્વારા ઓવરટેક કરવા સમયે બાઈક સવારને ટક્કર મારી હતી. જેમાં બાઈક સવારનું મોત થયું છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે બાઈક સવાર હિરાભાઈ રજોડી બાઈક લઈને ઘરના કામે જઈ રહ્યા હતા. એ સમયે પાછળથી આવી રહેલી પોલીસ કારે ઓવરટેક સમયે ટક્કર મારતા બાઈક સવાર નીચે પટકાયા હતા. જે બાદ તેમને નજીરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત થયું છે. આ સમગ્ર મામલે મૃતક હિરાભાઈ રાજોડીના પુત્રએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર પણ અકસ્માત
મહત્વનું છે કે, ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પણ ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ તમામ મૃતકોમાં એક જ પરિવારના 3 લોકો સામેલ છે.