બિહારના કરોડો મોબાઈલ યુઝર્સને BSNLએ આપી આ મોટી ભેટ
Bihar BSNL: BSNL એ બિહારના કરોડો લોકોને મોટી ભેટ આપી છે. જેમાં બિહારમાં BSNLએ 2000 નવા 4G ટાવર લગાવ્યા છે. ટેલિકોમ કંપનીએ લીધેલા આ નિર્ણયના કારણે બિહારના કરોડો લોકોને ફાયદો થશે. બિહારના લોકો હવે હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો: શિયાળામાં પગ ઠંડા જ રહેતા હોય તો આ કરો સરળ ઉપાય
BSNLએ 4Gની સ્પીડ વધારી
Jio, Airtel અને Viએ તેમના રિચાર્જ પ્લાનમાં વધારો કરતાની સાથે તેનો ફાયદો BSNLને થયો છે. લાખોની સંખ્યામાં લોકો હવે BSNL સાથે જોડાઈ રહ્યા છે. કંપનીએ દેશભરમાં 4G નેટવર્કને વધારવા માટે કામે લાગી ગઈ છે. બિહારમાં 200 ગામડાઓ એવા હતા કે જે મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટીથી દૂર હતા. નવા ટાવર લોન્ચ થયા બાદ હવે બિહારનો દરેક વિસ્તાર 4G નેટવર્કથી જોડાઈ જશે.