January 1, 2025

બિગબોસની પૂર્વ સ્પર્ધકે મિત્ર પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ

મુંબઇ: બિગ બોસ 11માં ભાગ લેનાર ટીવી એક્ટ્રેસે સોમવારે તિગડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. અભિનેત્રીએ તેના પર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે.

સમગ્ર મામલે હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અભિનેત્રી મુંબઈમાં રહે છે અને મોડલિંગ કરે છે. તેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. પીડિતાએ 2011માં બિગ બોસ 11માં ભાગ લીધો હતો. બાદમાં, ફરીથી 2014 માં, તે વાઇલ્ડ કાર્ડ દ્વારા બિગ બોસનો ભાગ બની.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અભિનેત્રીએ તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તેના પર આરોપ લગાવ્યો છે કે તેના મિત્રએ તેને વર્ષ 2023માં દિલ્હીમાં તેના ઘરે બોલાવી હતી, ત્યારબાદ તે દેવલી રોડ પરના એક ફ્લેટમાં પહોંચી હતી. જ્યાં તેનો મિત્ર પણ હાજર હતો. પીડિતાનો આરોપ છે કે આરોપીએ ડ્રિંકમાં નશીલા પદાર્થ ભેળવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કલમ 376/506 આઈપીસી હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કેસ તિગડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અભિનેત્રીની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરી, રવિવારના રોજ બિગ બોસ 17ના ફિનાલેની ખૂબ ચર્ચા થઈ હતી. આ શોમાં અભિનેત્રી અંકિતા લોખંડે, વિકી જૈન, મનારા ચોપરા, ઈશા માલવીયા, અભિષેક કુમાર, કોમેડિયન મુનવ્વર ફારૂકી અને યુટ્યુબર અરુણ મહાશેટ્ટીએ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે મુનાવર ફારુકી બિગ બોસ 17ની ટ્રોફી જીતી ચૂક્યો છે. અભિષેક કુમાર આ શોનો ફર્સ્ટ રનર અપ બન્યો છે.