December 23, 2024

ICCની ટીમ અચાનક પાકિસ્તાન કેમ પહોંચી?

ICC ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનની ધરતી પર રમાવાની છે. આ વચ્ચે ICCનું 5 સભ્યોનું પ્રતિનિધિમંડળ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે મંગળવારે કરાચી પહોંચ્યું હતું. આ 4 દિવસમાં લાહોર સુધી નિરીક્ષણ કરવામાં આવશે. ICCની ટીમ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન સ્ટેડિયમની સાથે હોટલનું નિરીક્ષણ કરશે.

દુબઈ જવા રવાના થશે
એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે ICC અધિકારીઓ 20 સપ્ટેમ્બરના રોજ ઈસ્લામાબાદ જવાના છે અને લાસ્ટમાં લાહોરમાં જશે. આ પછી તમામ પ્રતિનિધિમંડળ 21 સપ્ટેમ્બરે દુબઈ જવાના છે. આ પ્રતિનિધિમંડળમાં સિનિયર ઇવેન્ટ મેનેજર, ઇવેન્ટ મેનેજર, સિક્યુરિટી મેનેજર, ક્રિકેટ જનરલ મેનેજર અને પ્રોડક્શન મેનેજર રહેશે. થોડા સમય પહેલા ICCમાંથી કેટલાક વરિષ્ઠ અધિકારીઓના રાજીનામા બાદ આ પ્રતિનિધિમંડળમાં થોડો ફેરફાર થયો છે.

આ પણ વાંચો: PM મોદી પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા

ICCની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ
સ્થાનિક મીડિયાના આપેલી માહિતી પ્રમાણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા કરાચીના નેશનલ સ્ટેડિયમ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ અને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં કરવામાં આવી રહેલા નવીનીકરણનું કામ સમય કરતાં પાછળ ચાલી રહ્યું છે. હવે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં તે હજૂ કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. જોકે ICCની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.