January 23, 2025

મોહમ્મદ શમીની વાપસીને લઈને મોટું અપડેટ

Mohammed Shami: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે અને હવે તે ગમે ત્યારે વાપસી કરી શકે છે. મોહમ્મદ શમી છેલ્લે 2023 ODI વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટ લઈને અજાયબીઓ કરી હતી. ત્યારબાદ પગની ઘૂંટીમાં ઈજાના કારણે મેદાનથી દૂર રહેવું પડ્યું અને પછી સર્જરી કરાવવી પડી હતી. હવે તે 9 મહિનાના લાંબા સમય બાદ ફરી કમબેક કરવા માટે તૈયાર જોવા મળી રહ્યો છે.

દુલીપ ટ્રોફી રમવી પડશે
શમી આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પુનરાગમનની અપેક્ષા રાખી શકે છે. ESPNcricinfoના અહેવાલ મુજબ, શમીને સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી સાથે આંતરરાષ્ટ્રીય પુનરાગમન કરતા પહેલા તેને ફિટનેસ સાબિત કરવી પડશે. જેમાં તેને પહેલા દુલીપ ટ્રોફી રમવી પડી શકે છે. દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો: નિરજ ચોપરા જેવા ખેલાડીઓનો ભાલા કોણ બનાવે છે અને તેની કિંમત શું છે?

શમી પરત ફરવા માટે આતુર છે
અગરકરે શ્રીલંકા પ્રવાસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “અમને ખબર છે કે કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, આ સમયે કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને આશા છે કે તેઓ સાજા થઈ જશે જે એક સારો સંકેત કહી શકાય. ઉત્તર પ્રદેશમાં જન્મેલા શમીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરતા પહેલા તેની હોમ ટીમ બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.