December 24, 2024

INDIA vs CANADA મેચ પર વરસાદનો ખતરો

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને કેનેડાની ટીમો ટકરાશે. બંને ટીમો વચ્ચે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ મેચ દરમિયાન વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024માં તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ આજે રમશે. ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યાથી ફ્લોરિડાના લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં આ મેચનું આયોજન છે.

શુક્રવારે રદ કરવામાં આવી
ભારત અને કેનેડા વચ્ચે આજે મેચ છે. જે વરસાદના કારણે મેચ રદ થઈ શકે છે. યુએસએનો સામનો આયર્લેન્ડની ટીમનો મુકાબલો પણ આ મેદાનમાં થવાનો હતો. આ સમયે પણ વરસાદના કારણે આ મેચને રદ કરવામાં આવી હતી. Accuweatherમાં આપેલી માહિતી પ્રમાણે આજની મેચમાં વરસાદ પડી શકે છે. વરસાડ પડવાની સંભાવનાઓ 35%-45% છે. દિવસ દરમિયાન તાપમાન 28 ડિગ્રી રહી શકે છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024માંથી પાકિસ્તાન આઉટ, અમેરિકા સુપર 8 માટે ક્વોલિફાય

પહેલાથી જ ક્વોલિફાઈ
તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ સુપર એઈટ રાઉન્ડ માટે પહેલાથી જ ક્વોલિફાઈ થઈ ગઈ છે. કેનેડાની ટીમ 3 મેચમાંથી માત્ર એક જ મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ટીમ ઈન્ડિયાની નજર હાલ ચોથી જીત પર છે. ભારતમાં રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર યાદવ. ચહલ, અર્શદીપ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ છે.

કેનેડાની ટીમની વાત કરવામાં આવે તો એરોન જોન્સન, રવિન્દ્ર પોલ, જુનૈદ સિદ્દીકી, નવનીત ધાલીવાલ, નિકોલસ કિર્ટન, પરગટ સિંહ, રેયાન પઠાણ, દિલપ્રીત બાજવા, સાદ બિન ઝફર (કેપ્ટન), શ્રેયસ મોવા (વિકેટકીપર), ડિલન હેલીગર, જેરેમી ગોર્ડન, કલીમ ની દુખતા, ઋષિવ રાગવ જોશી.