December 29, 2024

ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટો ખુલાસો, હોસ્પિટલને બચાવવા રાજકીય રસુખ વાળા માલિકે બાઉન્સર ઉતાર્યા

Ahmedabad: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે આ ઘટનાને લઈને એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. જોકે, હવે ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ એ કોઇ ડોક્ટરના જૂથની નથી. પરંતુઅમદાવાદના ખ્યાતનામ રિયલ એસ્ટેટ ગ્રુપ ખ્યાતિ ઇન્ફા.ગ્રુપની છે.

મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોના મોત બાદ હોસ્પિટલને લઈને મોટા ખુલાસા થયા છે. હવે ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ એ કોઇ ડોક્ટરના જૂથની નથી. પરંતુઅમદાવાદના ખ્યાતનામ રિયલ એસ્ટેટ ગ્રુપ ખ્યાતિ ઇન્ફા.ગ્રુપની છે. આ ગ્રુપે એક દાયકા પહેલા પ્લોટિંગ સ્કિમમા પણ હજારો રોકાણકર્તાઓને રોવડાવ્યા હતા. જોકે, હવે ખ્યાતિ હોસ્પિટલને બચાવવા રાજકીય રસુખ વાળા માલિકે બાઉન્સર ઉતાર્યા છે.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોતનો મામલો, સમગ્ર ઘટના પર AMC દ્વારા કાર્યવાહી કરાશે

ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કડી તાલુકાના ગામોમાંથી કેમ્પ થકી દર્દીઓ લાવીને PMJAY હેઠળ આપરેશનો થાય છે. જોકે, ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આપણા સૌના ટેક્સના રૂપિયે માનવ સેવા કરી રહ્યાના આરોપો થઇ રહ્યા છે.  અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી આવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી. જે બાદ ફ્રી સારવાર માટે અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને હાલ જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે.