February 13, 2025

અમાનતુલ્લાહ ખાનને મોટી રાહત, કોર્ટે ધરપકડ પર લગાવી રોક

Delhi: આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. તેમની જામીન અરજીની સુનાવણી સ્પેશિયલ જજ જીતેન્દ્ર સિંહની કોર્ટમાં થઈ હતી. કોર્ટે અમાનતુલ્લાહ ખાનની ધરપકડ પર રોક લગાવી દીધી.

AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને દિલ્હી કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉસ એવન્યુ કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી. કોર્ટે અમાનતુલ્લાહ ખાનને 24 ફેબ્રુઆરી સુધી કોઈપણ દંડાત્મક કાર્યવાહીથી રક્ષણ આપ્યું છે. કોર્ટે AAP ધારાસભ્યને તપાસમાં જોડાવાનો આદેશ પણ આપ્યો હતો અને પોલીસને CCTV દેખરેખ હેઠળ પૂછપરછ કરવા જણાવ્યું હતું.

અમાનતુલ્લાહ ખાનના વકીલે ગુરુવારે કોર્ટને જણાવ્યું હતું કે આગોતરા જામીન અરજી દાખલ કર્યા પછી જામિયા નગર પોલીસ સ્ટેશને તેમને આજે સાંજે 5 વાગ્યે બોલાવ્યા છે. પોલીસનો આરોપ છે કે અમાનતુલ્લાહ ખાને એક આરોપીને પોલીસથી મુક્ત કરાવ્યો અને તેને ભાગવામાં મદદ કરી. જે આરોપી સામે આરોપીને છોડાવવા અને ભાગી જવામાં મદદ કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે તે જામીન પર છે. કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો ન હતો, જેના સંદર્ભમાં દિલ્હી પોલીસનું કહેવું છે કે તેઓ ભાગેડુને પકડવા ગયા હતા.

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલે ઉંદર પકડ્યાં, તો એનિમલ વેલ્ફેરના મેમ્બરે નોટિસ ફટકારી!

કોર્ટે નોટિસ જારી કરીને દિલ્હી પોલીસ પાસેથી જવાબ માંગ્યો
દિલ્હી પોલીસે કહ્યું કે તેમને હજુ સુધી અમાનતુલ્લાહ ખાન તરફથી કોઈ અરજી મળી નથી. અમાનતુલ્લાહના વકીલે કહ્યું કે પોલીસ જે વ્યક્તિની ધરપકડની વાત કરી રહી છે તે જામીન પર છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જારી કરી અને અમાનતુલ્લાહની આગોતરા જામીન અરજીનો જવાબ આપવા કહ્યું.