છેલ્લા દિવસે ન્યુઝીલેન્ડની આશાઓ પર પાણી ફરી વળશે?
Ind Vs Nz: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં પહેલી ટેસ્ટ મેચના આજે 4 દિવસ થઈ ગયા છે. હવે તમામ ક્રિકેટ ચાહકોની નજર પાંચમાં દિવસ ઉપર છે. આજના દિવસે ટીમ ઈન્ડિયા 462 રને આઉટ થઈ ગઈ હતી. હવે આ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. આવો જાણીએ કે આ સમાચાર શું છે.
પ્રથમ દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહીં
બેંગલુરુ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસે વરસાદમાં સંપૂર્ણપણે મેચ ધોવાઈ ગઈ હોય તેવું જોવા મળ્યું હતું. એક પણ બોલ ફેંકાયો ના હતો. પહેલા દિવસથી લઈને બાકીના તમામ દિવસને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાએ આજે વધુ સારું પ્રદર્શન કર્યું હતું. રફરાઝ ખાને 150 રન તો પંતે 99 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ બીજા દાવમાં 462 રન બનાવ્યા હતા. આ પછી ફરી વરસાદનું આગમન થયું હતું.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે
હવામાન લાવ્યું ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવતીકાલે એટલે કે મેચના પાંચમાં દિવસે વરસાદની સંભાવનાઓ છે. જેના કારણે ટીમ ઈન્ડિયા પાસે આવતીકાલની મેચને ટાળવાની તક છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બેંગલુરુમાં આવતીકાલે 80 ટકા વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. આવતીકાલે દિવસ દરમિયાન વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. દિવસભર વરસાદ પડશે તો ભારતીય ટીમ મેચ ડ્રો કરવામાં સફળ રહેશે. સવારે 9 થી 10 વચ્ચે વરસાદની 51% , બપોરે 1 વાગ્યે વરસાદની સંભાવના 49%, બપોરે 2 વાગ્યે 51% અને બપોરે 3 વાગ્યે 55% છે. સાંજે 4 વાગ્યે વરસાદની સંભાવના 39% છે. સાંજે 5 વાગ્યે 33 ટકા અને સાંજે 6 વાગ્યે 39 ટકા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.