December 16, 2024

IPL 2024 પહેલાં વિરાટ કોહલી પરત ફર્યો!

અમદાવાદ: IPL 2024 હવે થોડા જ દિવસમાં રમાવાની છે. આ પહેલા RCBના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. IPL પહેલા વિરાટ કોહલી પરત ફર્યા છે. તેમણે સોશિયલ મીડિયામાં થકી આ જાણકારી આપી છે. જોકે થોડા દિવસો પહેલા જ વિરાટ ફરી એક વાર પિતા બન્યો છે. જેનું નામ તેણે અકાય રાખ્યું છે.

ચાહકોમાં ખુશીની લહેર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ભારત IPL 2024 પહેલા ભારત પરત ફર્યો છે. છેલ્લા બે મહિનાથી તે અને તેનો પરિવાર લંડનમાં હતો. IPL 2024 પહેલા કોહલી પરત ફર્યો છે જેના કારણે ચાહકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. IPL 2024માં 22 માર્ચથી શરૂ થવાની છે. આ મેચ એટલે વધારે રોચક થવાની છે કારણ કે એક ટીમના બે ખેલાડીઓ આમને સામને આવશે, જેમાં દિગ્ગજ ધોની અને વિરાટ કોહલી આમને-સામને થશે. આ પહેલા પણ સ્ટાર બેટ્સમેનો ભારત પરત ફર્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

પ્રદર્શનની અપેક્ષા રાખી
વિરાટ કોહલીના ચાહકો તેમની આતૂરતાથી મેચમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે. ચાહકો આ સિઝનમાં તેની પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમમાં વિરાટની પસંદગી તેના IPL પ્રદર્શન પર નિર્ભર રહેશે. વિરાટે ભારત માટે 117 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે એક સદી અને 37 અડધી સદીની મદદથી 4037 રન બનાવ્યા હતા.