January 18, 2025

આ શેરમાં વહેલા નિકળી ગયા છો? તો હવે ભાવ જોઈને પસ્તાશો..

યશ ભટ્ટ,અમદાવાદ: એક સમયે IPO આવ્યો ત્યારે દેશભરમાં આ શેરનું નામ ચર્ચાયું હતું. લીસ્ટ થયો ત્યારબાદથી હમણાં સુધી તેનો ભાવ રોકાણકારોને નુકસાન જ કરાવી રહ્યો હતો. પરંતુ હવે આ શેર જેમના પોર્ટફોલિયોમાં છે તેમને તો ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. જેમણે નુકસાનના ડરથી વહેલા એક્ઝીટ કરી લીધી છે તેમને હવે આ શેરનો ભાવ જોઈને પસ્તાવો થઈ રહ્યો છે. નામ છે LIC.

5 ફેબ્રુઆરીએ કારોબાર ખુલતાની સાથે જ LICનો શેર માર્કેટકેપના હિસાબથી 6 લાખ કરોડનો આંકડો પાર કરી ચુક્યો છે. હવે તે IPOના ભાવથી પણ ઉપર ટ્રેડ કરવા લાગ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં શેર 55 ટકા વધી ચુક્યો છે. હવે કોઈ સરકારી કંપનીમાં માર્કેટ કેપના હિસાબથી SBIને પણ પાછળ છોડી LIC ભારતની વેલ્યૂના હિસાબથી સહુથી મોટી સરકારી કંપની બની ગઈ છે.

IPOનો ભાવ હતો 959.6 રૂપિયા છે. જેને વટાવી LICનો શેર હવે 1 હજારને પણ પાર નિકળી ચુક્યો છે. SBIની માર્કેટ કેપ 5.77 લાખ કરોડ રૂપિયા 643.2 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી છે. જેનાથી આગળ નિકળી LIC દેશની સહુથી મોટી કિંમતીની સરકારી કંપની બની ગઈ છે.

દેશની ઈન્શ્યોરન્સ સેક્ટરની સહુથી મોટી કંપની LIC મે 2022માં લીસ્ટ થઈ હતી. સરકારે એ સમયે 22.13 કરોડ શેર્સ વેચ્યા હતા. જે 3.5 ટકાના હિસ્સો થાય છે. આ સંપુર્ણપણે ઓફર ફોર સેલ ડીલ હતી. 902થી 949 રૂપિયા પ્રતિ શેર પર ઈશ્યુ જાહેર થયો હતો. હવે સરકારની LICમાં હિસ્સેદારી 96.5 ટકા બચી છે.

લિસ્ટીંગ બાદથી સતત LICના શેરમાં વેચવાલી આવી હતી. લીસ્ટીંગના ભાવથી 26 ટકા નીચે આ શેર આવી પહોંચ્યો હતો. એ સમયે બ્રોકરેજ કંપનીઓનો પણ LIC પરથી ભરોસો ઉઠી ગયો હતો, પરંતુ હાલમાં જ LICને HDFC બેન્કમાં વધારાનો હિસ્સો ખરીદવા માટે મંજુરી મળી ગઈ છે. જેથી ફરી આ શેરમાં નવી તેજીના સંકેતો જોવા મળ્યા.

હવે LIC HDFC બેન્કમાં પોતાનો હાલનો હિસ્સો 5.19 ટકાથી વધારી 9.99 ટકા કરી શકશે. આ માટે RBI તરફથી મંજુરી મળી ચુકી છે. આવનારા મહિનામાં ત્રણ નવી પ્રોડક્ટ પણ LIC લાવી રહ્યું છે. જેનો પણ ફાયદો તેમના કારોબારને મળશે. કંપની ડબલ ડિજીટ ગ્રોથ હાંસલ કરવાનો દાવો પણ કરી રહી છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી રોકાણની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે ન કે ન્યૂઝ કેપિટલ વેબસાઈટ કે તેના મેનેજમેન્ટ દ્વારા. ન્યૂઝ કેપિટલ આપને રોકાણ કરતા પહેલા પોતાના નાણાંકિય સલાહકારની સલાહ લેવા આગ્રહ કરે છે.