July 3, 2024

તુર્કીના ઇઝમિર શહેરમાં ટેન્કમાં મોટો વિસ્ફોટ, 5 લોકોના મોત 63 ઘાયલ

Turkey: તુર્કીના પશ્ચિમી શહેર ઇઝમિરમાં રવિવારે એક રેસ્ટોરન્ટમાં ટેન્ક વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય 63 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વિસ્ફોટથી રોડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને નજીકની ઇમારતોને પણ નજીવું નુકસાન થયું હતું.

ગૃહ પ્રધાન અલી યરલિકાયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ડઝનેક બચાવકર્મીઓને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ઇઝમિરના ગવર્નર સુલેમાન અલ્બાને હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ઘાયલોમાંથી 40 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સત્તાવાળાઓએ આ ઘટનાના સંબંધમાં એક શંકાસ્પદની અટકાયત કરી છે.

આ પણ વાંચો: મેક્રોનની ખુરશી પર ખતરો? ફ્રાન્સમાં થયું વોટિંગ, સત્તામાં વાપસી મુશ્કેલ

નાઇટ ક્લબમાં આગ
ત્રણ મહિના પહેલા તુર્કીમાં એક નાઈટ ક્લબમાં આગ લાગી હતી. જેમાં 29 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સમયે આ નાઇટ ક્લબ બંધ હતી અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના મજૂરો હતા.

પાંચ લોકોની ધરપકડ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈસ્તાંબુલના એક પોશ રહેણાંક વિસ્તારમાં 16 માળની ઈમારત છે. જેના ભોંયરામાં આ નાઇટ ક્લબ હતી. અહીં ગવર્નર દાવુત ગુલે કહ્યું હતું કે આ અકસ્માત અને ષડયંત્ર બંને હોઈ શકે છે. પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.