December 26, 2024

WhatsAppમાં હવે એક મેસેજના ચૂકવવા પડશે 2.3 રૂપિયા!

અમદાવાદ: WhatsApp પોતાના વપરાશકર્તા માટે સતત સારા સારા અપડેટ લઈને આવે છે. પરંતુ હવે WhatsAppએ નવી આંતરરાષ્ટ્રીય નીતિ બહાર પાડી છે. જેમાં હવેથી કોમર્શિયલ ઇન્ટરનેશનલ મેસેજ મોકલવાનું મોધું પડશે. જેના કારણે એ વાત અહિંયા ચોક્કસ છે કે તેની કમાણી વધશે. પરંતુ એ પણ શક્યતાઓ છે કે તેના વપરાશકર્તામાં ઘટાડો થાય.

કમાણી વધવાની આશા
મેટા ઓનડ વોટ્સએપે ઇન્ટરનેશનલ વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP)ની નવી નીતિ રજૂ કરવામાં આવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય મેસેજ કરતા પહેલા તેની કિંમત 20 ગણી વધી ગઈ છે. જોકે સામાન્ય લોકોને આ સુવિધા મફતમાં મળશે. પરંતુ જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના પર આ દર વધારવામાં આવ્યો છે. આ નવી નીતિ પ્રમાણે તમારે પ્રતિ સંદેશ 2.3 રૂપિયા ચૂકવવાના રહેશે. તમને જણાવી દઈએ કે WhatsApp દ્વારા વેરિફિકેશન સામાન્ય આંતરરાષ્ટ્રીય વેરિફિકેશન OTP કરતા સસ્તું છે.

આ પણ વાંચો:  ભારતની ડિજિટલ ક્રાંતિ પર PM મોદીએ કરી આ વાત

પહેલા શું હતો રેટ?
અગાઉ WhatsApp આંતરરાષ્ટ્રીય SMS માટે 0.11 પૈસા પ્રતિ SMS ચાર્જ લેતી હતી. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. એ ભાવ વધારીને રૂપિયા 2.3 પ્રતિ એસએમએસ વધારી દેવામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ભારતમાં મેસેજિંગ એન્ટરપ્રાઈઝમાં ઝડપી વધી રહ્યું છે. જેમાં ઓટીપી વેરિફિકેશન, સર્વિસ ડિલિવરી, નાણાકીય વ્યવહારો, સર્વિસ ડિલિવરી આ તમામ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.  મહત્વની વાત એ છે કે WhatsApp  પોતાના વપરાશકર્તા માટે મજેદાર ફીચર લઈને આવે છે.