મોદી સરકારનો મોટો નિર્ણય, શેરડીના FRPમાં વધારો; 166.8 કિલોમીટર લાંબો 4 લેન હાઇવે મંજૂર

PM modi Cabinet Meeting: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મોદી સરકાર સમગ્ર દેશમાં જાતિની વસ્તી ગણતરી કરશે.આ ઉપરાંત ખેડૂતોના હિતમાં પણ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે અને હાઈવે અંગે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

166.8 કિલોમીટર લાંબો 4 લેન હાઇવે મંજૂર
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે શિલોંગથી સિલ્વર કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. જેનો કુલ ખર્ચ 22,864 કરોડ રૂપિયા થશે. 166.8 કિમી લાંબા 4 લેન હાઇવેને મંજૂરી આપવામાં આવી છે. મેઘાલયથી આસામ સુધીના નવા હાઈવેને મંજૂરી આપવામાં આવી છે.

શેરડીના FRPમાં વધારો થયો
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે. શેરડીના FRPમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને રાહત આપતા, 2025-26ની શેરડીની સિઝન માટે ક્વિન્ટલ દીઠ 355 રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને પણ મંજૂરી આપવામાં આવી છે.

FRPનો અર્થ છે વાજબી અને વળતરની કિંમત (Fair and Remunerative Price). આ ભારતમાં શેરડીના ખેડૂતો માટે સરકાર દ્વારા નક્કી કરાયેલ લઘુત્તમ ભાવ છે, જેના પર ખાંડ મિલોએ શેરડી ખરીદવી પડે છે. FRPનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે શેરડીના ખેડૂતોને તેમના પાક માટે વાજબી અને લાભદાયી ભાવ મળે, જેમાં તેમના ખર્ચ અને આવકને ધ્યાનમાં લેવામાં આવે છે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે સુપર કેબિનેટની બેઠક યોજાઈ હતી
આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક સુપર કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રીમંડળના કેટલાક ટોચના મંત્રીઓ હાજર રહ્યા હતા. રાજકીય બાબતોની કેબિનેટ સમિતિને ‘સુપર કેબિનેટ’ કહેવામાં આવે છે અને તેમાં કેન્દ્રીય કેબિનેટના તમામ ટોચના મંત્રીઓનો સમાવેશ થાય છે. સુપર કેબિનેટના અધ્યક્ષ વડાપ્રધાન મોદી છે. આ સિવાય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરી, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ પણ આ કેબિનેટમાં સામેલ છે.