January 9, 2025

આસામ સરકારનો મોટો નિર્ણય, હોટલ,રેસ્ટોરન્ટ અને સાર્વજનિક સ્થળોએ બીફના વેચાણ પર પ્રતિબંધ

Beef Not Sold in Assam: આસામ સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, આસામમાં રેસ્ટોરન્ટ, હોટલ અને જાહેર સ્થળો પર બીફ વેચવામાં આવશે નહીં. રાજ્ય કેબિનેટની બેઠકમાં ગૌમાંસના વપરાશ અંગેના વર્તમાન કાયદામાં સુધારો કરીને નવી જોગવાઈઓનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે પહેલા અમારો નિર્ણય મંદિરોની નજીક બીફ ખાવા પર પ્રતિબંધ મૂકવાનો હતો, પરંતુ હવે અમે તેને આખા રાજ્યમાં લાગુ દીધું છે કે તમે તેને કોઈપણ સામુદાયિક સ્થળ, સાર્વજનિક સ્થળ, હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં ખાઈ શકશો નહીં. આ નિયમ જાહેર કાર્યક્રમોમાં પણ લાગુ થશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આસામ કેબિનેટનું વિસ્તરણ 7 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે થશે.

બીજી બાજુ, આસામના મંત્રી પીયૂષ હજારિકાએ ટ્વિટ કર્યું. જેમાં તેમણે લખ્યું કે, હું આસામ કોંગ્રેસને પડકાર ફેંકું છું કે કાં તો બીફ પ્રતિબંધનું સ્વાગત કરે અથવા પાકિસ્તાનમાં જઈને સ્થાયી થાય.