Russia Ukraine War: મોસ્કોમાં મોટો હુમલો, પુતિનના જનરલનું બોમ્બ વિસ્ફોટમાં મોત

Moscow Car Bomb Attack: રશિયાની રાજધાની મોસ્કોમાં એક કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વરિષ્ઠ જનરલના મોત થયાના અહેવાલ છે. 59 વર્ષીય રશિયન લેફ્ટનન્ટ જનરલ યારોસ્લાવ મોસ્કાલિકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારમાં ધમાકો થયો હતો. વિસ્ફોટને કારણે કાર હવામાં ઘણા મીટર ઉછળી ગઈ. વિસ્ફોટ પછી, ઘટનાસ્થળે IED ના ઉપયોગના પુરાવા મળી આવ્યા હતા.

વિસ્ફોટમાં 2 લોકો ઘાયલ થયા
રશિયન કટોકટી સેવાઓનું કહેવું છે કે જપ્ત કરાયેલા વિસ્ફોટકોમાં 300 ગ્રામથી વધુ TNT જેટલી શક્તિ હતી. આ વિસ્ફોટમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. રશિયન મીડિયાનું કહેવું છે કે સ્થાનિક લોકોએ ઘણા વધુ વિસ્ફોટોના અવાજ પણ સાંભળ્યા છે. મોસ્કાલિક સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના મુખ્ય ઓપરેશનલ ડિરેક્ટોરેટના ડેપ્યુટી ચીફ હતા.