IPL 2025 બાદ શરૂ થનારી આ લીગનો ચહેરો બન્યો રોહિત શર્મા

Mumbai T20 League 2025: રોહિત શર્મા હાલ મુંબઈની ટીમમાં રહીને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં રમી રહ્યો છે .આઈપીએલ 2025ની ફાઇનલ 25 મેના રોજ રમાવાની છે. આ પછી મુંબઈT20 લીગની ત્રીજી સિરીઝ શરૂ થશે. જોકે પહેલી વાર આ લીગ શરૂ થવાની નથી આ પહેલા પણ આ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2018 અને 2019 માં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના કાળને કારણે ટુર્નામેન્ટ બંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે લાંબા સમય પછી, આ લીગ ફરી શરૂ થવા જઈ રહી છે, જ્યાં રોહિતને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: GT vs DC: અમદાવાદની પિચ પર કોણ ચમકશે? જાણો સંપૂર્ણ પિચ રિપોર્ટ

ત્રીજી સિઝનમાં કુલ 8 ટીમો ભાગ લેશે
મુંબઈ T20 લીગની ત્રીજી સીઝનમાં કુલ 8 ટીમો ભાગ લેવા જઈ રહી છે. 2 ટીમ એવી હશે કે જેના નવા માલિકો હશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના વડા અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે રોહિત શર્માનું લીગ સાથે જોડાણ માત્ર ક્રિકેટરોને પ્રેરણા આપશે નહીં પરંતુ લીગનું કદ પણ વધારશે. આ વિશે રોહિત શર્માએ કહ્યું કે આ એક મોટું પ્લેટફોર્મ છે. મને છેલ્લા બે સત્ર યાદ છે, કેટલાક ખેલાડીઓ IPL ટીમો માટે રમ્યા હતા અને તેમાંથી કેટલાક અત્યારે ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યા છે. મને હવે લાગી રહ્યું છે કે મુંબઈ ક્રિકેટ બધા યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ આપવા માટે ખૂબ સારું કામ કરી રહ્યું છે.