December 26, 2024

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે બનાવ્યો વધુ એક રેકોર્ડ

Jasprit Bumrah: ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હાલ છે. આ જગ્યાએ સિરીઝની ચોથી મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાવાની છે. જેના માટે ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. આ વર્ષના જસપ્રિત બુમરાહ બધાને પ્રભાવિત કર્યા છે. બુમરાહની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ જીતી છે. તેનું બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે આ સિરીઝમાં તે ટીમ ઈન્ડિયાનો સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. . આ દરમિયાન જસપ્રીત બુમરાહે વધુ એક ખાસ કારનામું કર્યું છે.

બુમરાહનો રેકોર્ડ
જસપ્રીત બુમરાહ હાલમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં હાલ પ્રથમ સ્થાન પર છે. તેનું સતત શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એવો કોઈ ખેલાડી નથી કે જે તેના રેકોર્ડને વટાવી શકતો નથી. બુમરાહે ICC ટેસ્ટ રેન્કિંગમાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બુમરાહ 904 રેટિંગ પોઈન્ટ મેળવનારો ભારતનો પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. હજૂ પણ તેના રેટિંગમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: નાસાનું અવકાશયાન “ધ પાર્કર સોલર પ્રોબ” સૂર્યની નજીક પહોંચ્યું

ICC ટેસ્ટ રેન્કિંગના ટોચના 5 બોલરો
જસપ્રીત બુમરાહ – 904 રેટિંગ પોઈન્ટ
કાગીસો રબાડા – 856 રેટિંગ પોઈન્ટ
જોસ હેઝલવુડ – 852 રેટિંગ પોઈન્ટ
પેટ કમિન્સ – 822 રેટિંગ પોઈન્ટ
આર અશ્વિન – 789 રેટિંગ પોઈન્ટ