January 22, 2025

મુકેશ ભૂવાજી સામે પોલીસ સ્ટેશનમાં અરજી, હોસ્પિટલના સત્તાધીશ જવાબદાર લોકો સામે લેશે પગલાં

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી વાયરલ થયેલ ભુવાજીના વીડિયો મામલે હોસ્પિટલના સતાધીશ જવાબદાર સિક્યુરિટી અને ICU વોર્ડના અધિકારી સામે પગલાં લેવામાં આવશે. આ સિવાય સિવિલ હોસ્પિટલના સતાધીશએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાજીએ દર્દી પર વિધિ કરી હતી. જે બાદ દર્દીની તબિયતમાં સુધારો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયુવેગે વાયરલ થતા હોસ્પિટલ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ સિવાય હોસ્પિટલની છબી ખરડાઈ હોવાથી ભુવાજી સામે પગલાં લેવા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સંસદમાં વિરોધ દરમિયાન BJP સાંસદ ઘાયલ, કહ્યું – રાહુલ ગાંધીએ માર્યો ધક્કો

ઉલ્લેખીય છે કે, સિવિલ હોસ્પિટલમાં 38 વર્ષીય દર્દી કિડની અને લીવરની સારવાર માટે દાખલ કરાયો હતો. ICUમાં દાખલ દર્દીની સારવાર ચાલી રહી હતી. 14 નવેમ્બરે દર્દીને હોસ્પિટલમાંથી સારવાર બાદ સાજો પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જોકે, રાત્રે દોઢ વાગે મુકેશ ભુવાજીએ વિધિ કરી હતી.