Bhuvneshwar kumarની સફળતા પાછળ સ્ત્રીનો હાથ, ‘બર્થડે બોય’ની રોચક કહાની
Bhuvneshwar kumar: ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનો આજે જન્મદિવસ છે. આજે તે 34 વર્ષનો થઈ ગયો છે. ભુવનેશ્વર કુમારનો જન્મ 5 ફેબ્રુઆરી 1990ના રોજ મેરઠમાં થયો હતો. તેમના પિતા પોલીસ અધિકારી હતા. તેમનું નામ કિરણ પાલ સિંહ છે. તેમના જીવનની ખાસ વાત એ હતી કે તેની બહેને તેને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. જયારે તેમની ઉંમર 13 વર્ષની હતી ત્યારે તે પ્રથમ વખત કોચિંગ સેન્ટરમાં ગયો હતો. હાલ તે ભારતીય ટીમની બહાર છે પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2024માં ટીમનો ભાગ છે.
બીસીસીઆઈએ આપી શુભેચ્છા
તમને જણાવી દઈએ કે ભુવનેશ્વર કુમારે ભારત માટે અત્યાર સુધી 21 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 63 વિકેટ લીધી છે. તેણે 121 ODI મેચમાં 141 વિકેટ લીધી છે. ભુવનેશ્વરે ટીમ ઈન્ડિયા માટે 87 T20 મેચમાં 90 વિકેટ લીધી છે. દરમિયાન, બીસીસીઆઈએ ભુવનેશ્વર કુમારને તેના 34માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. એક્સ પર ( ટ્વિટર) શુભેચ્છા પાઠવી હતી.
229 international matches 👍
294 international wickets 👌
2013 ICC Champions Trophy-winner 🏆Here's wishing Bhuvneshwar Kumar a very Happy Birthday. 🎂 👏#TeamIndia | @BhuviOfficial pic.twitter.com/NjaFp0Sb7v
— BCCI (@BCCI) February 5, 2024
છેલ્લી ટેસ્ટ 6 વર્ષ પહેલા
ભુવનેશ્વર કુમારે ભારત માટે છેલ્લે વર્ષ 2018માં ટેસ્ટ મેચ રમી હતી. જોકે તેના માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ લાગી રહી છે. તેણે ભારત માટે 21 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેના નામે 63 વિકેટ છે. જ્યારે તેણે 121 વનડેમાં 141 અને 87 ટી-20માં 90 વિકેટ ઝડપી છે.જ્યારે ભુવનેશ્વર કુમારે વર્ષ 2012માં ડેબ્યૂ કર્યું ત્યારે તેની સ્વિંગ બોલિંગે ઘણી ખ્યાતિ મેળવી હતી અને તે ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર બન્યો હતો. જો કે તેની ઓછી સ્પીડ માટે તેની ઘણી વખત તેને ટીકાનો સામનો કરવાનો વારો પણ આવ્યો હતો.
આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો
અંગત જીવન
ભુવીએ 23 નવેમ્બર 2017ના રોજ મેરઠની રહેવાસી નુપુર નારંગ સાથે લગ્ન કર્યા હતા. નૂપુર વ્યવસાયે એન્જિનિયર છે અને નોઈડામાં કામ કરે છે. ભુવનેશ્વર અને નુપુર બાળપણથી એકબીજાને ઓળખતા હતા. એક જ કોલોનીમાં રહેવાના કારણે બંને પહેલા મિત્ર બન્યા હતા. બાદમાં બન્ને વચ્ચે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. પરિવારજનોની સહમતિથી બંનેએ 2017માં લગ્ન કરી લીધા હતા. નુપુર સોફ્ટવેર એન્જિનિયર છે. લગ્નના ચાર વર્ષ પછી, એનિવર્સરી પર જ એટલે કે 23 નવેમ્બર 2021 ના રોજ, નૂપુરે એક બાળકીને જન્મ આપ્યો, જેનું નામ અક્સા રાખવામાં આવ્યું છે.
આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે