ભુપેન્દ્રસિંહ પકડાતા હવે એજન્ટો બન્યા ભયભીત, એજન્ટો અને રોકાણકારોનું વોટ્સએપ ગ્રુપ આવ્યું સામે
Bhupendra Singh Zala: BZ કૌભાંડ મામલે સતત એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ગઈકાલે ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભુપેન્દ્રસિંહ પકડાતા હવે એજન્ટો ભયભીત બન્યા છે. એજન્ટો અને રોકાણકારોનું વોટ્સએપ ગ્રુપ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ મસમોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. વોટ્સએપમાં જય શામળિયા નામનું ગ્રુપ સામે આવ્યું છે. એજન્ટ અને ઇન્વેસ્ટરોના ગ્રુપોમાં પોસ્ટ વાયરલ થઈ રહી છે. એજન્ટ અને ઇન્વેસ્ટર વિવિધ રજૂઆત કરી રહ્યા છે. તેમજ સહારા જેવી હાલત થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. આ સિવાય બધાને એકરૂપ થવા પણ રજુઆત કરી રહ્યા છે. ગાંધીનગર જવા માટે પણ મોટાભાગના ઇન્વેસ્ટર તૈયાર થયા છે. સામાજિક અને સમાજની બીકને લઈને ઘણા ઇન્વેસ્ટરો સામે નથી આવી રહ્યા. જોકે, ભુપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ ગ્રુપમાં લખાણ અને કોમેન્ટો સામે આવી છે.
આ પણ વાંચો: ભૂપેન્દ્ર સિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહ ઝાલાની પૂછપરછ, થશે અનેક ખુલાસા