મદનપુર ગ્રામ પંચાયતને લઈને ફરી વિવાદ, ભુજ-નલિયા હાઇવે ચક્કાજામ કર્યો
ભુજઃ તાલુકાના સુખપર ગ્રામ પંચાયતથી 2022માં વિભાજિત થયેલી મદનપુર ગ્રામ પંચાયતનું નવું નિર્માણ પામી રહેલું બાંધકામને લઈને ફરી વિવાદ થયો છે. આ બાંધકામની દીવાલને સુખપર ઉપસરપંચ અને બોડી દ્વારા ગઈકાલે રાત્રે 8.30એ તોડી પાડવામાં આવી છે. ત્યારે આ ઘટનાને લઈને મદનપુરના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
સરકારી મિલકતને નિયમ વિરુદ્ધ સુખપર પંચાયતના ઉપસરપંચ દેવશી રાબડીયા અને બોડી દ્વારા તોડી પાડતા મદનપુરના ગ્રામજનોએ અટકાવ્યું હતું. જેને લઈને મદનપુર ગ્રામજનોએ ભુજ-નલિયા હાઇવે ચક્કાજામ કર્યો હતો. મદનપુરના 400થી 500 જેટલા લોકો એકઠાં થઈ ગયા હતા. મામલો વધુ ગરમાતા સ્થાનિક પોલીસને એલસીબી સહિત અન્ય પોલીસ સ્ટાફનો સહારો લેવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં ઉનાળું પાકનું વાવેતર, કૃષિ યુનિવર્સિટીના સલાહ-સૂચન
અચાનક સુખપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ દેવશી રાબડીયા અને બોડીના સભ્યો દ્વારા જેસીબી બોલાવી મદનપુર પંચાયતની દીવાલ તોડવામાં આવતા મદનપુર ગ્રામજનોમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ હતી. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મદનપુરના ગ્રામજનો રાત્રે 10 વાગ્યાએ માનકૂવા પોલીસ મથકે પહોંચી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માગ કરી હતી.
આ પણ વાંચોઃ 1951ની લોકસભા ચૂંટણીઃ કચ્છ-સૌરાષ્ટ્ર અને બોમ્બે રાજ્યોમાં કઈ બેઠક પર કોણ જીત્યું?
સુખપર અને મદનપુરની ગ્રામ પંચાયત વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 2022માં મદનપુર પંચાયત અલગ થઈ ત્યારથી ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનો પ્રાથમિક સુવિધા માટે હાલાકી અને યાતના ભોગવી રહ્યા છે. દરેક બાબતમાં મદનપુરવાસીઓને સુખપરના ઉપસરપંચ અને બોડી દ્વારા યેનકેન રીતે હેરાન કરવામાં આવે છે. એકને ગોળ એકને ખોળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે તેવું મદનપુર ગ્રામજનોનો આક્ષેપ છે.