December 22, 2024

હમીરસર બન્યું સુસાઇડ પોઇન્ડ, બે મહિનામાં 5 લોકોનાં આપઘાત

Bhuj hamirsar lake suicide point 5 death in two months

હમીરસર તળાવ - ફાઇલ તસવીર

નીતિન ગરવા, ભૂજઃ શહેરમાં આવેલું હમીરસર તળાવ સુસાઇડ પોઇન્ટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં આ તળાવમાં ઝંપલાવીને 5 લોકોએ જીવન ટૂંકાવ્યું છે. ત્યારે હવે શહેરીજનોએ હમીરસર તળાવમાં આપઘાતની ઘટના અટકાવવામાં આવે તેવી માગણી કરી છે.

ભુજ શહેરની શોભા માટે જાણીતું હમીરસર તળાવ આપઘાતના સ્થળ તરીકે જાણીતું બન્યું છે. છેલ્લા બે મહિનામાં 5 લોકોના હમીરસર તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. આત્મહત્યાના બનાવો અટકાવવા માટે જરૂરી પગલાં ભરવા માટે માગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ CR પાટીલનો ચૂંટણી પ્લાન; ‘One Day, One District’ સ્ટ્રેટેજીથી કરશે પ્રચાર

શરદ બાગ નજીક હમીરસર તળાવ ફરતે લગાવેલી ગ્રીલ તૂટી ગઈ છે. ગ્રીલ ન હોવાના લીધે બાળક અથવા વ્યક્તિ પડી ગયું તો જવાબદાર કોણ રહેશે? જાગૃત નાગરિકો અનેક વખત આ બાબતે રજૂઆત કરી ચૂક્યો છે. પરંતુ પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સાથે વિકાસ, આતંકવાદનો નાશ થઈ રહ્યો છેઃ અમિત શાહ

ભુજ પાલિકા અને તંત્ર દ્વારા તળાવની ફરતે ફાયર વિભાગ, પોલીસના હેલ્પલાઇન નંબરના પોસ્ટર લગાડવામાં આવે તેવી માગ ઉઠી છે. આ સાથે જ તળાવ આસપાસ પોલીસનું પેટ્રોલિંગ અને ફાયરની ટીમ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવે તો આપઘાતના બનાવ અટકાવી શકાય તેમ છે.