January 22, 2025

કુખ્યાત ભીમા દુલા ઓડેદરાની ફરી ધરપકડ, પ્રોહિબિશન કેસમાં રાણાવાવ પોલીસની કાર્યવાહી

Porbandar: પોરબંદરના કુખ્યાત ભીમા દુલા ઓડેદરાની ફરી એક વખત ધરપકડ કરવામાં આવી છે. મારામારીના કેસમાં કોર્ટે જામીન મંજૂર કર્યા બાદ ફરીવાર તેની ધરપકડ કરાઈ છે. મળતી માહિતી અનુસાર પ્રોહિબિશન કેસમાં રાણાવાવ પોલીસે ધરપકડ કરી છે. ભીમા દુલા ઓડેદરાને કોર્ટે જામીન આપ્યા હતા.

મળતી માહિતી અનુસાર પોરબંદરમાં કુખ્યાત ગેંગનાં લીડર ભીમા દુલાની ફરી એકવાર અટકાયત કરવામાં આવી છે. રાણાવાવ પોલીસે પ્રોહિબિશનનાં એક કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાની અટકાયત કરી છે. જણાવી દઈએ કે, ગઈકાલે મારામારીના કેસમાં ધરપકડ થઈ હતી જ્યારે આજે ભીમા દુલાને કોર્ટે જામીન પણ આપ્યા હતા.

રાણાવાવ પોલીસે ફરી એકવાર સકંજામાં લીધો છે એટલે કે એકવાર ફરી ભીમા દુલાની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે પ્રોહિબિશનનાં એક કેસમાં રાણાવાવ પોલીસે તેની અટકાયત કરી છે. જો કે, ભીમા દુલા ઓડેદરા પર પોલીસની કડક કાર્યવાહીથી પોરબંદરનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો: Rajasthan: Dholpurમાં ભયાનક અકસ્માત, બસ ટેમ્પો સાથે અથડાઈ; 8 બાળકો સહિત 11ના મોત

ઉલ્લેખનીય છે કે ગઈકાલે મારામારીનાં કેસમાં ભીમા દુલાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજે કોર્ટથી ભીમા દુલાને જામીન મળ્યા હતા. પરંતુ, જામીન પર છૂટ્યા બાદ ભીમા દુલા ફરી રાણાવાવ પોલીસે ફરી ધરપકડ કરી છે. ગઈકાલે હથિયારોનાં લાઇસન્સની શરતનો ભંગ કરવા બાબતે રાણાવાવ પોલીસે ભીમા દુલા ઓડેદરાના પુત્ર લખમણ ઓડેદરા અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે ગનો નોંધ્યો હતો અને ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.