December 26, 2024

કિન્નર પાસે અભદ્ર માગણી કરતા વ્યક્તિને મેથીપાક ચખાડ્યો, વીડિયો વાયરલ

ભાવનગરઃ તળાજામાં હાઇવે પર કિન્નર સાથે મારામારીનો વીડિયો વાયરલ થયો છે. અજાણ્યા વ્યક્તિએ કિન્નર પાસે અભદ્ર માગણી કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને મારામારીની ઘટના બની હતી.

મળતી માહિતી પ્રમાણે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં જોઈ શકાય છે કે, કિન્નરો એક વ્યક્તિ સાથે બોલાચાલી કરી રહ્યા છે. ત્યારબાદ અજાણ્યો વ્યક્તિ છરી કાઢીને કિન્નરને ધમકી આપે છે. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બને છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, અજાણ્યા વ્યક્તિએ 2 કિન્નરો પાસે બીભત્સ માગણી કરી હતી. ત્યારે કિન્નર અને એ શખ્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કિન્નરોએ એ વ્યક્તિને મેથીપાક ચખાડ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

(નોંધઃ ન્યૂઝ કેપિટલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.)