January 18, 2025

ભાવનગર – સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત 15 ઈજાગ્રસ્ત

Bhavnagar: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ભાવનગરમાં ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે.  ભાવનગર – સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત 15 ઈજાગ્રસ્ત થયા છે. જોકે, હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બંધ ડમ્પર પાછળ બસ ઘુસી જતા અકસ્માત થયો હતો.

મળતી માહિતી અનુસાર સુરતથી રાજુલા જતી ખાનગી બસનો અકસ્માત થયો છે. જેમા 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વધુમાં બંધ ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. હાલ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે તળાજા તેમજ ભાવનગર ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 7.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું વનુઆતુ, ઘરોને નુકસાન; સુનામીનું આપ્યું એલર્ટ

મૃતકોના નામ

ગોવિંદ ભરત કાળું કવાડ -૪ વર્ષ માંડલ.

તમન્ના ભરતભાઈ કવાડ-7 વર્ષ માંડલ

જયશ્રી મહેશભાઈ નકુમ 38વર્ષ વાઘનગર

ખુશીબેન કલ્પેશ બારૈયા 8વર્ષ મોરંગી

ચતુરાબેન મધુભાઈ હડિયા 45વર્ષ કોટડી રાજુલા

છગનભાઇ કળાભાઈ બ્લડનીયા 45વર્ષ રસુલપરા ગીર ગઢડા