ભાવનગરમાં જૈન સમાજના આસ્થાના કેન્દ્ર સમાન 24માં તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી ધામધૂમથી કરાઈ

Bhavnagar News: સમગ્ર વિશ્વને જિઓ ઔર જીને દોનો સંદેશ આપનાર અને અને અહિંસા પરમો ધર્મના સુત્રથી પ્રાણીમાત્રનું કલ્યાણ કરનાર જૈન સમાજના શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન 24માં તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની પરંપરાગત માહોલમાં રંગેચંગે ઉજવણી કરાવામા આવી હતી.

આ પણ વાંચો: રાજસ્થાનની હારનો સૌથી મોટો ખલનાયક બન્યો આ ખેલાડી, ટીમને બરબાદ કરી દીધી

રચના કરવામાં આવી
જૈનોના અનંત ઉપકારી પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકના પ્રસંગે ભાવનગરમાં બિરાજમાન જૈનાચાર્યો, આદી ઠાણા તથા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શહેરના મોટા દેરાસરથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી .જે વાજતે ગાજતે મોટા દેરાસર થી શરૂ થઈ ઘોઘા ગેઈટ , મોતીબાગ , કાળાનાળા ચોક થઈ દાદાસાહેબ પૂર્ણ થઈ હતી. શોભા યાત્રામાં ગુરૂ ભગવંતોના પ્રવચનો થયા હતા તેમજ દાદાસાહેબ અને કૃષ્ણનગર દેરાસર સહિતના બીજા દેરાસરોમાં પ્રભુજીને ભવ્ય આંગી રચના કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ઈલેકટ્રીક બગી, ટ્રેઈન, બસ, પ્રભુજીનો રથ, પાલખી, બેન્ડવાજા મળી આશરે 70 કૃતિઓ સામેલ થઈ હતી. આ શોભાયાત્રામાં સ્થાનિક પાઠશાળાઓના વેશભૂષાધારીઓ , મહિલા મંડળ શોભા યાત્રામાં જોડાયા હતા.