ભાવનગરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી, ચાલુ પરીક્ષામાં માઇકમાં ઘોંઘાટ કર્યો!

ભાવનગરઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી સામે આવી છે. એક તરફ શાળામાં આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે અને શિક્ષણ સમિતિના ચેરમેને બોલાવી SMCની મિટિંગ કરી છે.
એક તરફ શાળામાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ છે. ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન શાળાના હોલમાં સરકારની વાહવાહી કરી રહ્યા છે. તેને લઈને પરીક્ષા આપતા વિધાર્થીઓ ડિસ્ટર્બ થઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ શિક્ષણ સમિતિના સભ્યએ હોલમાં આવી માઇક બંધ કરાવ્યું હતું.
આ અંગે શાસનાધિકારીને પણ જાણ કરતા તેઓ પણ સત્તા સામે લાચાર થયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને માઇક બંધ કરાવવાની સૂચના પણ ના આપી શક્યા. વિદ્યાર્થીઓ બિચારા વાહવાહી સાંભળી પરીક્ષા આપતા રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્યએ માઇક બંધ કરાવી માફી માગી હતી. ચેરમેને તેમને એવો જવાબ આપ્યો કે, શાળામાં પરીક્ષા ચાલે છે એ એમને ખબર નહોતી. દોષનો ટોપલો આચાર્ચ અને CRC ઉપર નાંખ્યો હતો.