December 27, 2024

ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગરમાં NDRFની ટીમ તહેનાત

ભાવનગર: ચોમાસાની સિઝનની શરૂઆત થતા NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે. અતિ વરસાદમાં પૂરની સ્થિતિમાં જિલ્લામાં જઈને રેસ્ક્યૂની કામગીરી કરશે. વરસાદની ભારે આગાહીના પગલે સરકારે NDRFની ટીમ ફાળવી છે.

ભાવનગરમાં NDRFના 30થી વધુ જવાનો સાધનો સાથે પહોંચી ગયા છે. જિલ્લામાં ગમે ત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ તો અહીંથી ટીમને તાકીદે રવાના કરવામાં આવશે. ભાવનગર શહેર અને જિલ્લામાં NDRFની ટીમ તૈનાત રહેશે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, વિસાવદર-ગાંધીધામમાં 4 ઇંચ

દ્વારકામાં પણ NDRF ટીમ તહેનાત
દ્વારકામાં કાંઠાળા વિસ્તારમાં સલામતી હેતુ NDRFની ટીમનું પણ આગમન થઈ ગયું છે. આગામી સમયમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં ટીમ નીચાણવાળા વિસ્તારમાં ખાસ સ્ટેન્ડ બાય રહેશે.

આ પણ વાંચોઃ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ, બંદરો પર લાંગરેલી બોટ સલામત સ્થળે ખસેડવાની સૂચના

માછીમારોને બોટ ખસેડવાની સૂચના
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓખામંડળમાં આવેલા બંદરો પર રહેલી બોટોને સલામત સ્થળે ખસેડવા તંત્રએ સૂચના આપી છે. ત્યારે આગાહીને પગલે ઓખા-દ્વારકા બંદરો પરની માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓખાના ડાલડા બંદર અને દ્વારકાના રૂપેણ બંદર પર લાંગરેલી બોટોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહી છે.