November 18, 2024

મૂળ ગુજરાતી અમેરિકન ભાવિની પટેલે US કોંગ્રેસ માટે ઉમેદવારી જાહેર કરી

US - NEWSCAPITAL

વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની સામે ન્યૂઝ એજન્સી PTIને આપેલા એક ઇન્ટરવ્યુમાં, ભારતીય અમેરિકન ભાવિની પટેલ, પેન્સિલવેનિયાના 12મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના તેમના નિર્ણય વિશે વાત કરતાં કહે છે કે, તેઓ ડેમોક્રેટ છે અને યુએસ પ્રમુખ જો બિડેનના મોટા સમર્થક છે. તેમની માતા, સિંગલ પેરેન્ટ, વર્ષો પહેલા ગુજરાતમાંથી અમેરિકામાં સ્થળાંતરિત થયા હતા.

ભાવિની, તેમના ભાઈ અને માતા સાથે મળીને ફૂડ ટ્રક “ઈન્ડિયા ઓન વ્હીલ્સ” ચલાવે છે. ભવીનીએ પોતાના પિટ્સબર્ગની પ્રતિષ્ઠિત કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન માતાને ફૂડ ટ્રક બિઝનેસ ચલાવવામાં મદદ કરી હતી. સ્નાતક થનારી તેઓ તેમના પરિવારની પ્રથમ મહિલા હતા, બાદમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશનશિપમાંથી માસ્ટર ડિગ્રી મેળવવા માટે શિષ્યવૃત્તિ પર અભ્યાસ અર્થે ગયા હતા. જે બાદ તેઓ જાહેર સેવામાં સક્રિય રહ્યા અને સાથે જ બીમડેટા નામના સ્ટાર્ટઅપના સહ-સ્થાપક અને સીઈઓ પણ છે. તેમણે 2 ઓક્ટોબર, 2023 ના રોજ યુએસ કોંગ્રેસ માટે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પેન્સિલવેનિયામાં ડેમોક્રેટિક પાર્ટીની પ્રાથમિક ચૂંટણી એપ્રિલમાં યોજાવાની છે. તેમની ઝુંબેશ શરૂ કર્યાના ચાર મહિનાથી પણ ઓછા સમયમાં, તેમણે વિવિધ જૂથો તરફથી સમર્થનનો આધાર બનાવ્યો છે અને રાજ્યના મહત્વપૂર્ણ જૂથો અને પ્રતિષ્ઠિત લોકો પાસેથી ટેકો મેળવી રહ્યો છે.

આ પણ વાંચો : ઈમરાન ખાનનો જીવ જોખમમાં, સેનાએ જીવિત રહેવા માટે આપ્યા ત્રણ વિકલ્પ

જો ભાવિની પટેલ આ ચૂંટણીમાં વિજયી બને છે તો તેઓ કોંગ્રેસ મહિલા પ્રમિલા જયપાલ બાદ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયેલા બીજા ભારતીય અમેરિકન મહિલા હશે. ઉલ્લેખનીય છે કે, ભવિની પટેલ ડેમોક્રેટ છે અને યુએસ પ્રમુખ જો બિડેનના મોટા સમર્થક છે. પેન્સિલવેનિયામાં ડેમોક્રેટિક પાર્ટીની પ્રાથમિક ચૂંટણી એપ્રિલમાં યોજાવાની છે જેમાં તેમણે ઉમેદવારી જાહેર કરી છે.