September 8, 2024

આ છે લાદીની દુનિયાના લેન્ડલોર્ડ, 3000થી વધુ ડીલર્સ નેટવર્કના માલિક

Bhavesh Varmora: કોઈ પણ બિઝનેસ પેઢીને બ્રાન્ડ બનતા વર્ષો લાગી જાય છે. જેમાં કોઈ વિઝન સાથે વ્યાપ વધારવાની તક મળે તો ક્યારેક વસમી ખોટ પણ સહન કરવાની થાય. વેપારનો ચડાવ ઉતાર જ એના માલિકના સાતત્યપણાની કસોટી કરતો હોય છે. આવી કસોટીમાંથી પાસ થયેલા સફર વ્યક્તિની પુરુષાર્થ યાત્રામાં આજે મળીયે ન્યુઝ કેપિટલ આ માધ્યમ પર વરમોરા ગ્રેનિટો પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન ભાવેશ વરમોરાને.

ભાવેશ વરમોરા સિરામિકની દુનિયાની શાન
દુનિયામાં CALCULATED RISK જેવી કોઈ વસ્તુ નથી. આ સિદ્ધાંતમાં માનતા ભાવેશ વરમોરા પોતાના પ્રયાસને સફળ બનાવવા માટે કોઈપણ હદનું જોખમ લેવા હંમેશા તત્પર રહે છે. ગ્રાહકની વધી રહેલી અપેક્ષાઓને બે કદમ આગળ વધીને સંતોષવાની ફિલોસોફી સાથે, વરમોરા ગ્રેનિટો આગામી બે દાયકામાં સિરામિકની દુનિયામાં ગ્લોબલ લીડર બનવાની ખેવના ધરાવે છે. વિટ્રિફાઇડ ટાઇલ્સની સાથે સાથે બાથવેર અને એડહેસિવ્સ અને ગ્રાઉટમાં ડાઇવર્સિફિકેશન કરનાર વરમોરા ગ્રેનિટો, સમગ્ર દેશમાં 5000થી વધુ રિટેલ આઉટલેટ્સ અને 3000થી વધુ ડીલર્સનું નેટવર્ક ધરાવે છે. તે સમગ્ર દેશમાં 12 બ્રાન્ચ ઓફિસ ધરાવે છે જેમાં 1200થી વધુ પ્રોફેશનલ્સ કંપનીના ધ્યેયને આગળ ધપાવી રહ્યા છે.

તમારો બિઝનેસ બીજા કરતા કેવી રીતે અલગ પડે છે?
વરમોરા ગ્રેનિટો પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન ભાવેશ વરમોરાએ જણાવ્યું હતું કે, કન્ઝ્યુમર પાસે જઈને માર્કેટ પર રિસર્ચ કરીએ, બિલ્ડર પાસે જઈને અને તમામ લોકો પાસે જઈને એક ફિડબેક લઈએ. શુ ઘટે છે, ત્યારે અમને સમજમાં આવ્યું કે ટાઇલ્સ પહેલા 12 બાય 12નું હતું જે જૂના ઘરમાં જોવા મળતું હતું. ઘીમે ઘીમે તેની સાઈઝ મોટી થઈ. મે નાની ઉંમરથી બિઝનેસમાં લાગી ગયો હતો. 11માં ધોરણમાં ભણતા હતા ત્યારથી બિઝનેસમાં લાગી ગયા હતા. અમે ઘણું બધું ઈન્ડિયામાં ફસ્ટ ટાઈમ લઈને આવ્યા છીએ. તમને ઉદાહરણ આપું તો  2008 માં સ્લેબ સ્ટાઈલ જે લોકો લગાવે છે તે અમે લાવ્યા હતા. 2009માં એશિયામાં અમે પહેલીવાર ડિજિટલ પ્રિન્ટિંગ પહેલી વખત લાવ્યા હતા. અત્યારે અમે એક ટેકનોલોજી લાવ્યા છીએ જે વલ્ડમાં ત્રીજા અને એશિયામાં પહેલી વખત અમે આ ટેકનોલોજી લાવ્યા છીએ. જેમાં  ફુલ બોડી માર્બલ પ્રિન્ટ લાવવાના છીએ. ટાઇલ્સ એટલે નોટ ઓનલી ટાઇલ્સ. એમાં ઘણા બધા ફીચર છે જે બીજા કરતા અલગ પાડી શકે છે.

આ પ્રોડક્ટનું કમ્યુનિકેટ કઈ રીતે કર્યું છે?
ભાવેશ વરમોરા આ સવાલના જવાબમાં કહ્યું કે તમે અમારી એડ જોઈ હશે. બ્યુટીફુલ વોઈસ માટે બ્યુટીફુલ હોમ માટે તમે અમારી પ્રોડક્ટને ખરીદો.

શું તમે બ્રાન્ડ એમ્બેસેડરનો વિચાર કર્યો છે?
આ સવાલના જવાબમાં ભાવેશ વરમોરાએ કહ્યું કે અત્યાર સુધી અમે કોઈ  બ્રાન્ડ એમ્બેસેડરને હાયર નથી કર્યા. અમે પ્રોડક્ટ ફસ્ટ અપ્રોચ લીધો છે. તમે જોયું હશે કે પહેલા કોઈ ટાઇલ્સને લઈને કોઈ વાત કરી રહ્યું ના હતું. અત્યારે અમારે એમ્બેસેડર નથી. અમે અમારી પ્રોડક્ટને બતાવનીને વેચાણ કરીએ છીએ.